________________
વર્ષ ૧૭ મા પહેલાં સિદ્ધાંત દેખવાથી તે તજી દઈને ચોથ ગ્રહણ કર્યો. વળી તે તજી દેવાની કોઈ કારણથી ફરજ પડવાથી તે મૂકીને પાંચમે ધર્મ ગ્રહણ કર્યો. એમ અનેક ધર્મ જૈનધર્મ સિવાયના લીધા અને મૂક્યા. જૈનધર્મને એક વૈરાગ્ય જ દેખીને મૂળથી તે ધર્મ પર મને ભાવ ચોંટ્યો જ નહોતે. ઘણુ ધર્મની લેમેલમાં મેં છેવટે આવો સિદ્ધાંત નક્કી કર્યો કે બધા ય ધર્મ મિથ્યા છે. ધર્માચાર્યોએ જેને જેમ રૂછ્યું તેમ પિતાની રુચિ માફક પાખંડી જાળ પાથરી છે. બાકી કશુંયે નથી. જે ધર્મ પાળવાને સૃષ્ટિને સ્વાભાવિક નિયમ હોત તે આખી સૃષ્ટિમાં એક જ ધર્મ કાં ન હોત? આવા આવા તરંગોથી હું કેવળ નાસ્તિક થઈ ગયે. સંસારીશૃંગાર એ જ મેં તે મિક્ષ ઠરાવ્યું. પાપ નથી, પુણ્ય નથી, ધર્મ નથી, કર્મ નથી, સ્વર્ગ નથી, નરક નથી, એ સઘળાં પાખંડે છે. જન્મ પામવાનું કારણ માત્ર સ્ત્રીપુરુષને સંગ છે, અને કરેલું વસ્ત્ર જેમ કાળે કરીને નાશ પામે છે તેમ આ કાયા હળવે હળવે ઘસાઈ છેવટે જીવનરહિત થઈ જઈ નાશ પામે છે. બાકી સઘળું મિથ્યા છે. આવું મારા અંતઃકરણમાં દ્રઢ થવાથી મને જેમ રુચ્યું, મને જેમ ગમ્યું અને મને જેમ પાલવ્યું તેમ વર્તવા માંડ્યું. અનીતિનાં આચરણ કરવા માંડ્યાં. રાંકડી રૈયતને પડવામાં કોઈ પણ પ્રકારની કચાશ મેં રાખી નહીં. શિયળવંતી સુંદરીઓનાં શિયળભંગ કરાવીને મેં આકરા કેર બોલાવી દેવામાં કોઈ પણ પ્રકારની ખામી રાખી નહીં. સજ્જનોને દંડવામાં, સંતેને રિબાવવામાં અને દુર્જનને સુખ દેવામાં મેં એટલાં પાપ કર્યો છે કે કોઈ પણ પ્રકારની ન્યૂનતા રાખી નથી. હું ધારું છું કે મેં એટલાં પાપ કર્યો છે કે એ પાપને એક પ્રબળ પર્વત બાંધ્યો હોય તે તે મેરુથી પણ સવાયે થાય! આ સઘળું થવાનું કારણ માત્ર લુચ્ચા ધર્માચાર્યો હતો. આવી ને આવી ચંડાળમતિ મારી હમણાં સુધી રહી. માત્ર અદ્ભુત કૌતુક બન્યું કે જેથી મને શુદ્ધ આસ્તિકતા આવી ગઈ. હવે એ કૌતુક હું આપની સમક્ષ નિવેદન કરું છું –
હું ઉજ્જયની નગરીને અધિપતિ છું. મારું નામ ચંદ્રસિંહ છે. ખાસ દયાળુઓનાં દિલ દુભાવવાને માટે હું પ્રબળ દળ લઈને આજે શિકારને માટે ચઢ્યો હતે. એક રંક હરણની પાછળ ધાતાં હું સૈન્યથી વિખૂટો પડ્યો. અને આ તરફ તે હરણની પાછળ અશ્વ દોડાવતે દોડાવતે નીકળી પડ્યો. પિતાનો જાન બચાવવાને માટે કોને ખાએશ ન હોય? અને તેમ કરવા માટે એ બિચારા હરણે દેડવામાં કશીયે કચાશ રાખી નથી. પરંતુ એ બિચારાની પાછળ આ પાપી પ્રાણીએ પિતાને જુલમ ગુજારવા માટે અશ્વ દોડાવી તેની નજદીકમાં આવવા કંઈ ઓછી તદબીર કરી નથી. છેવટે આ બાગમાં તે હરણને પિસતું દેખી કમાન ઉપર બાણ ચડાવી મેં છોડી મૂક્યું. આ વખતે મારા પાપી અંતઃકરણમાં લેશમાત્ર પગ યાદેવીનો છાંટો નહોતે. આખી દુનિયાના ઢીમર અને ચંડાળને સરદાર તે હું જ હોઉં એવું મારું કાળજું ફૂરાશમાં ઝોકાં ખાતું હતું. મેં તાકીને મારેલું તીર વ્યર્થ જવાથી મને બેવડ પાપાવેશ ઊપો . તેથી મેં મારા ઘોડાને પગની પાની મારીને આ તરફ ખૂબ દોડાવ્યો. દોડાવતાં દોડાવતાં જે આ સામી દેખાતી ઝાડીના ઘાડા મધ્યભાગમાં આવ્યો તે જ ઘડે ઠોકર ખાઈને લથડ્યો. લથડ્યા ભેળ તે ભડકી ગયો. અને ભડકી ગયા ભેળે તે ઊભું થઈ રહ્યો. જે ઘોડો લથડ્યો હતો તે જ મારે એક પગ એક બાજુના પાગડા ઉપર અને બીજો પગ નીચે ભોંયથી એક તને છેટે લટકી રહ્યો હતે. મ્યાનમાંથી તકતકતી તલવાર પણ નીસરી પડી હતી. આથી કરીને જે હું ઘોડા ઉપર ચડવા જાઉં તે તે તીખી તલવાર મને ગળાઢંકડી થવામાં પળ પણ ઢીલ કરે તેમ નહોતું જ. અને નીચે જ્યાં દ્રષ્ટિ કરી જોઉં છું ત્યાં એક કાળે તેમ જ ભયંકર નાગ પડેલે દીઠે. મારા જેવા પાપીને પ્રાણ લેવાને કાજે જ અવતરેલે તે કાળે નાગ જોઈને મારું કાળજું કંપી ગયું. મારાં અંગેઅંગ થરથર ધ્રુજવા મંડ્યાં. મારી છાતી ધબકવા લાગી. મારી જિંદગી હવે ટૂંકી થશે ! રે હવે ટૂંકી થશે ! આ ધ્રાસકો મને લાગ્યું. હે ભગવન ! અગાઉ દર્શાવ્યા પ્રમાણે તે વખતે હું નીચે ઊતરી શકું તેમ નહોતું અને ઘોડા ઉપર પણ ચઢી શકું તેમ નહોતું. હવે કઈક તદબીર એ જ કારણથી શોધવામાં હું ગૂંથાયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org