________________
વર્ષ ૧૩ મું
૫૩ કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચારીશ. સારાંશ, એ રૂપ મૃગચર્યા હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતે યતિ મૃગની પિઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ, તૃણ જળાદિકની ગેચરી કરે તેમ યતિ ગોચરી કરીને સંયમભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં એ સંયમ હું આચરીશ.” “વં પુત્તા વાસુહ–હે પુત્ર! જેમ તને સુખ થાય તેમ કરે!” એમ માતાપિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વભાવ છેદીને જેમ મહા નાગ કંચુક ત્યાગી ચાલ્યા જાય છે, તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમધર્મમાં સાવધાન થયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ અને સગાસંબંધીને પરિત્યાગી થયા. વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાખીએ તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવાને માટે નીકળી પડ્યા. પવિત્ર પાંચ મહાવ્રતયુક્ત થયા. પંચ સમિતિથી સુશોભિત થયા. ત્રિગુસ્યાનુગુમ થયા. બાહ્યાચંતરે દ્વાદશ તપથી સંયુક્ત થયા. મમત્વરહિત થયા. નિરહંકારી થયા; સ્ત્રી આદિકના સંગરહિત થયા. સર્વાત્મભૂતમાં એને સમાનભાવ થયો. આહાર જળ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઊપજે કે દુઃખ, જીવિતવ્ય હો કે મરણ હો, કોઈ સ્તુતિ કરે કે કોઈ નિંદા કરે, કોઈ માન દો કે કોઈ અપમાન દે, તે સઘળાં પર તે સમભાવી થયા. રિદ્ધિ, રસ અને સુખ એ ત્રિગારવના અહંપદથી તે વિરક્ત થયા. મનદંડ, વચનદંડ અને તદંડ નિવર્તાવ્યા. ચાર કષાયથી વિમુક્ત થયા. માયાશલ્ય, નિદાનશલ્ય તથા મિથ્યાત્વશલ્ય એ ત્રિશલ્યથી તે વિરાગી થયા. સસ મહા ભયથી તે અભય થયા. હાસ્ય અને શેકથી નિવર્યો. નિદાન રહિત થયાઃ રાગદ્વેષરૂપી બંધનથી છૂટી ગયા. વાંછા રહિત થયાઃ સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા; કરવાલથી કઈ કાપે અને કેઈ ચંદન વિલેપન કરે તે પર સમભાવી થયા. પાપ આવવાનાં સઘળાં દ્વાર તેણે રૂંધ્યાં. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મધ્યાનાદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિનેન્દ્ર શાસનતવ પરાયણ થયા. જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યફ કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નિર્મળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા. સમ્યક પ્રકારથી ઘણાં વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક માસનું અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોક્ષગતિએ પરવર્યા.
પ્રમાણશિક્ષા :- તત્ત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી દ્વાદશભાવનામાંની સંસારભાવનાને દૃઢ કરવા મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણવ્યું. સંસારાટવીમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખ છે એ વિવેકસિદ્ધ છે; અને એમાં પણ મેષાનમેષ જેમાં સુખ નથી એવી નરકાધગતિનાં અનંત દુઃખ યુવજ્ઞાની ગદ્ર મૃગાપુત્રે જનકજનેતા પ્રતિ વર્ણવ્યાં છે, તે કેવળ સંસારમુક્ત થવાને વિરાગી ઉપદેશ પ્રદર્શિત કરે છે. આત્મચારિત્ર અવધારણ કરતાં તપપરિષહાદિકના બહિઃખને દુઃખ માન્યું છે અને મહાધગતિના પરિભ્રમણરૂપ અનંત દુઃખને બહિર્ભાવ મોહિનીથી સુખ માન્યું છે એ જે કેવી ભ્રમવિચિત્રતા છે? આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્તિનું કારણ છે; તેમજ ભોગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિદ્રશ્ય સુખ તે કેવળ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રને વૈરાગ્ય અહીં દર્શાવ્યા છે. એ મહા પ્રભાવિક, મહા યશેમાન મૃગાપુત્રની પેઠે તપાદિક અને આત્મચારિત્રાદિક શુદ્ધાચરણ કરે, તે ઉત્તમ સાધુ ત્રિલોકમાં પ્રસિદ્ધ અને પ્રધાન એવી પરમ સિદ્ધિદાયક સિદ્ધગતિને પામે. સંસારમમત્વને દુ:ખવૃદ્ધિરૂપ માની, તત્ત્વજ્ઞાનીઓ તે મૃગાપુત્રની પિઠે જ્ઞાનદર્શનચારિત્રરૂપ દિવ્ય ચિંતામણિને પરમ સુખ અને પરમાનંદને કારણે આરાધે છે.
મહર્ષિ મૃગાપુત્રનું સર્વોત્તમ ચરિત્ર (સંસારભાવનારૂપે) સંસારપરિભ્રમણુનિવૃત્તિને, અને તેની સાથે અનેક પ્રકારની નિવૃત્તિને ઉપદેશ કરે છે, એ ઉપરથી નિવૃત્તિબોધ અંતર્દર્શનનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org