________________
૫૪
શ્રીમદ્ રાજચંદ્ર રાખી આત્મચારિત્રની ઉત્તમતા વર્ણવતાં આ મૃગાપુત્ર ચરિત્ર અહીં આગળ પૂર્ણતા પામે છે. સંસારપરિભ્રમણનિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણનિવૃત્તિને પવિત્ર વિચાર તત્ત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે.
ઇતિ અંતર્શને સંસારભાવનારૂપ ષષ્ઠ ચિત્રે મૃગાપુત્રચરિત્ર સમાપ્ત.
સતમ ચિત્ર
આસવભાવના દ્વાદશ અવિરતિ, ષડશ કષાય, નવ નેકષાય, પંચ મિથ્યાત્વ અને પંચદશ યોગ એ સઘળાં મળી સત્તાવન આસવદ્વાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રમાણ છે.
દૃષ્ટાંત :- મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણી નગરીના રાજ્યસિંહાસન પર પુંડરિક અને કુંડરિક બે ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહા તત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરિક દીક્ષાનુરક્ત થયે; અને ઘેર આવ્યા પછી પુંડરિકને રાજ સેંપી ચારિત્ર અંગીકૃત કર્યું. સરસનીરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયે; તેથી તે ચારિત્રપરિણામે ભંગ થયે. પુંડરિકિણ મહા નગરીની અશેકવાડીમાં આવીને એણે એ મુખપટી વૃક્ષે વળગાડી મૂક્યાં. નિરંતર તે પરિચિંતવન કરવા મંડ્યો કે પુંડરિક મને રાજ આપશે કે નહીં આપે? વનરક્ષકે કુંડરિકને ઓળખે. તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે, આકુલવ્યાકુલ થતો તમારે ભાઈ અશોક બાગમાં રહ્યો છે. પુંડરિકે આવી કુંડરિકના મનભાવ જોયા; અને તેને ચારિત્રથી ડોલતે જોઈ કેટલેક ઉપદેશ આપી પછી રાજ સેંપી દઈને ઘેર આવ્યો. કુંડરિકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતાં, તે સહસ્ત્ર વર્ષ પ્રવજ્યા પાળી પતિત થયે તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી કરીને તે બહુ પીડા અને વમન થયું; અભાવથી પાસે કોઈ આવ્યું નહીં, એથી તેના મનમાં પ્રચંડભાવ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, આ દરદથી મને જે શાંતિ થાય તે પછી પ્રભાતે એ સઘળાને ને હું જોઈ લઈશ. એવાં મહા દુર્ગાનથી મરીને સાતમી નરકે તે અપઠાણ પાથડે તેત્રીશ સાગરોપમને આયુબે અનંત દુઃખમાં જઈ ઊપજે. કેવાં વિપરીત આસવકાર !!
ઇતિ સપ્તમ ચિત્ર આસવભાવના સમાપ્ત.
અષ્ટમ ચિત્ર સંવરભાવના
સંવરભાવના :- ઉપર કહ્યાં તે આવકાર અને પાપપ્રનાલને સર્વ પ્રકારે રોકવા (આવતા કર્મ સમૂહને અટકાવવા) તે સંવરભાવ.
દષ્ટાંત – (૧) (કુંડરિકનો અનુસંબંધ) કુંડરિકના મુખપટી ઇત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે, મારે મહર્ષિ ગુરુ કને જવું; અને ત્યાર પછી જ અન્નજળ ગ્રહણ કરવાં. અણુવાણે ચરણે પરવરતાં પગમાં કંકર, કંટક ખૂંચવાથી લેહીની ધારાઓ ચાલી પણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચવીને સમર્થ સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમના અયુગ્ર આયુષ્ય દેવરૂપે ઊપજે. આસવથી શી કુંડરિકની દુઃખદશા ! અને સંવરથી શી પુંડરિકની સુખદશા !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org