________________
૨૨
શ્રીમદ્ રાજચંદ્ર
શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જીવા મોઢું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બિલ જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કોપ વગેરે તથા છિદ્રયોના વિષયની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ, વિષયાક્રિકરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. વિષયકષાયમાં પ્રવેશ કરવેા તે સંસારરૂપ અજગરનું માઠું છે. એમાં પ્રવેશ કરી પાતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તાદિ ભાવપ્રાણના નાશ કરી, નિગાદમાં અચેતન તુલ્ય થઈ, અનંતવાર જન્મ મરણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે, જ્ઞાનાદિકના અભાવ થયા ત્યારે નાશ પણ થયા. નિગેાદમાં અક્ષરના અનંતમા ભાગ જ્ઞાન છે, તે સર્વજ્ઞે જોયેલ છે. ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે, તે તે દુ:ખ અનંતવાર ભોગવે છે. એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ સંસારમાં નથી પામ્યા. આ સંસારમાં આ જીવ અનંત પર્યાંય દુઃખમય પામે છે, ત્યારે કોઇ એકવાર ઇંદ્રિયજનિત સુખના પર્યાય પામે છે, તે વિષયાના આતાપ સહિત ભય, શંકા સંયુક્ત અલ્પકાળ પામે. પછી અનંત પર્યાય દુઃખના, પછી કોઈ એક પર્યાય ઇંદ્રિયજનિત સુખના કદાચિત્ પ્રાપ્ત થાય છે.
હવે ચતુર્ગતિનું કાંઇક સ્વરૂપ પરમાગમ અનુસાર ચિંતવન કરીએ છીએ. નરકની સપ્ત પૃથ્વી છે. તેમાં ઓગણપચાસ ભૂમિકા છે. તે ભૂમિકામાં ચેારાસી લાખ બિલ છે તેને નરક કહીએ છીએ. તેની વામય ભૂમિ ભીંતની માફક છજેલ છે. કેટલાંક મિલ સંખ્યાત યાજન લાખાં પહેાળાં છે, કેટલાંક અસંખ્યાત યાજન લાંબાં પહેાળાં છે. તે એક એક બિલની છત વિષે નારકીનાં ઉત્પત્તિનાં સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળાં, સાંકડાં મેઢાવાળાં અને ઊંધે માથે છે, તેમાં નારકી જીવા ઊપજી નીચે માથું અને ઉપર પગથી આવી વાગ્નિમય પૃથ્વીમાં પડી, જેમ જોરથી પડી ઘડી પાછી ઊછળે છે તેમ (નારકી) પૃથ્વી પર પડી ઊછળતાં લાટતાં કરે છે. કેવી છે નરકની ભૂમિ ? અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઊપજી વેદનાથી અસંખ્યાત ગુણી અધિક વેદના કરવાવાળી છે.
ઉપરની ચાર પૃથ્વીનાં ચાલીશ લાખ બિલ અને પંચમ પૃથ્વીનાં બે લાખ મિલ એમ બેંતાલીસ લાખ બિલમાં તેા કેવળ આતાપ, અગ્નિની ઉષ્ણુ વેદના છે. તે નરકની ઉષ્ણતા જણાવવાને માટે અહીં કોઈ પદાર્થ દેખવામાં, જાણવામાં આવતા નથી કે જેની સવૃશતા કહી જાય; તાપણુ ભગવાનના આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે, કે લાખ યેાજનપ્રમાણ મોટા લેાઢાના ગાળા છેોડીએ તા તે નરકભૂમિને નહીં પહેાંચતાં, પહેાંચતાં પહેલાં નરકક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ વહી જાય છે. ( અપૂર્ણ )
૧૧
મુનિસમાગમ
રાજા—હે મુનિરાજ ! આજે હું આપનાં દર્શન કરીને કૃતાર્થ થયા છું. એક વાર મારું અખઘડીએ બનેલું, તેમજ અગાઉ અનેલું સાંભળવા યેાગ્ય ચરિત્ર સાંભળી લઈને પછી મને આપના પવિત્ર જૈનધર્મના સત્ત્વગુણી ઉપદેશ કરો. આટલું ખેાલ્યા પછી તે બંધ રહ્યો.
મુનિ—હે રાજા ! ધર્મને લગતું તારું ચરિત્ર હોય તેા ભલે આનંદ સહિત કહી બતાવ.
રાજા—(મનમાં) અહા ! આ મહા મુનિરાજે હું રાજા છું એમ કયાંથી જાણ્યું ! હશે. એ વાત પછી. હમણાં તે પરણે તેને જ ગાઉં. (પ્રસિદ્ધ) હે ભગવન્ ! મેં એક પછી એક એમ અનેક ધર્મે અવલોકન કર્યાં. પરંતુ તે પ્રત્યેક ધર્મમાંથી મારી કેટલાંક કારણાથી આસ્થા ઊઠી ગઈ. હું જ્યારે દરેક ધર્મ ગ્રહણ કરતા ત્યારે તેમાં ગુણ વિચારીને, પરંતુ પાછળથી કાણુ જાણે ય થાય કે જામેલી આસક્તિ એકદમ નાશ થઈ જાય. જો કે આમ થવાનાં કેટલાંક કારણેા પણ હતાં. એક મારી મનેવૃત્તિ એવી જ હતી એમ નહાતું. કોઈ ધર્મમાં ધર્મગુરુઓનું ધૂર્તપણું દેખીને તે ધર્મ છોડીને મેં ખો સ્વીકૃત કર્યાં. વળી તેમાં કોઈ વ્યભિચાર જેવી છીટ દેખીને તે મૂકી દઇને ત્રીજો ગ્રહણ કર્યાં. વળી તેમાં હિંસાયુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org