________________
વર્ષ ૧૭મું
ભાવનાબોધ (દ્વાદશાનુપ્રેક્ષાસ્વરૂપદર્શન)
ઉપઘાત
ખરું સુખ શામાં છે? ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજ્વળ આત્માઓને સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. બાહ્ય દ્રષ્ટિથી જ્યાં સુધી ઉજજ્વળ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી, તે કથનની સિદ્ધતા ક્વચિત્ દુર્લભ છે; તોપણ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરતાં એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, એ નિઃસંશય છે.
એક નાનામાં નાના જન્તુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીનાં સઘળાં પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ એ સઘળાની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયાં રહે છે, પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિશ્વમ પામે છે. તેઓ સંસારમાં નાના પ્રકારનાં સુખને આરેપ કરે છે. અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરેપ વૃથા છે. એ આપને અનારેપ કરવાવાળા વિરલાં માનવીઓ વિવેકના પ્રકાશવડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતાં આવ્યાં છે. જે સુખ ભયવાળાં છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભેગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે, તેમ જ પરિણામે મહા તાપ, અનંત શેક, અને અનંત ભય છે, તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે; વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતાં નથી. સંસારનાં પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણ, સત્ય તત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી, તેને ત્યાગ કરીને યેગમાં પરમાનંદ માની સત્ય મને વીરતાથી અન્ય પામર આત્માઓને ભર્તુહરિ ઉપદેશ છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org