________________
વર્ષ ૧૩ મું
નમિરાજ – હે વિપ્ર! મિથિલા નગરીના, તે અંતઃપુરના અને તે મંદિરના દાઝવાથી મારું કંઈ પણ દાઝતું નથી; જેમ સુત્પત્તિ છે તેમ હું વડું છું. એ મંદિરાદિકમાં મારું અલ્પમાત્ર પણ નથી. મેં પુત્ર, સ્ત્રી આદિકના વ્યવહારને છાંડ્યો છે. મને એમાંનું કંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી.
વિપ્ર : પણ હે રાજા! તારી નગરીને સઘન કિલ્લો કરાવીને, પળ, કેઠા, અને કમાડ, ભેગળ કરાવીને અને શતઘી ખાઈ કરાવીને ત્યાર પછી જજે.
નમિરાજ :-(હેતુ કારણ પ્રે૧) હે વિપ્ર ! હું શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને, સંવરરૂપી ભેગળ કરીને, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ; શુભ મનેટેગરૂપ કેઠા કરીશ, વચનગરૂપ ખાઈ કરીશ, કાયા
ગરૂપ શતધી કરીશ, પરાક્રમરૂપી ધનુષ્ય કરીશ; ઈર્યાસમિતિરૂપ પણછ કરીશ, ધીરજરૂપ કમાન સાહવાની મૂઠી કરીશ; સત્યરૂપ ચાપ વડે કરીને ધનુષ્યને બાંધીશ; તારૂપ બાણ કરીશ; કર્મરૂપી વૈરીની સેનાને ભેદીશ; લૌકિક સંગ્રામની મને રૂચિ નથી. હું માત્ર તેવા ભાવસંગ્રામને ચાહું છું.
વિપ્ર :-(હેતુ કારણ પ્રે.) હે રાજા! શિખરબંધ ઊંચા આવાસ કરાવીને, મણિકંચનમય ગવાક્ષાદિ મુકાવીને, તળાવમાં ક્રીડા કરવાના મનહર મહાલય કરાવીને પછી જજે.
નમિરાજ :– (હેતું કારણ પ્રે) તે જે જે પ્રકારના આવાસ ગણાવ્યા છે તે પ્રકારના આવાસ મને અસ્થિર અને અશાશ્વત જણાય છે, માર્ગના ઘરરૂપ જણાય છે. તે માટે જ્યાં સ્વધામ છે, જ્યાં શાશ્વતતા છે, અને જ્યાં સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું.
વિપ્ર –(હેતુ કારણ પ્રે.) હે ક્ષત્રિય શિરોમણિ! અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવને ટાળીને, નગરીનું એ દ્વારે કલ્યાણ કરીને તું જજે.
નમિરાજ :- હે વિપ્ર ! અજ્ઞાનવંત મનુષ્ય અનેક વાર મિથ્યા દંડ દે છે. ચોરીના નહીં , કરનાર જે શરીરાદિક પુદ્ગલ તે લેકને વિષે બંધાય છે; અને ચોરીના કરનાર જે ઇદ્રિયવિકાર 'તેને કોઈ બંધન કરી શકતું નથી. તે પછી એમ કરવાનું શું અવશ્ય?
વિપ્ર – હે ક્ષત્રિય! જે રાજાઓ તારી આજ્ઞા અવલંબન કસ્તા નથી અને જે નરાધિ સ્વતંત્રતાથી વર્તે છે તેને તું તારે વશ કરીને પછી જજે.
નમિરાજ :-(હેતુ કારણ પ્રે૦) દશ લાખ સુભટને સંગ્રામને વિષે જીતવા એ દુર્લભ ગણાય છે; તે પણ એવા વિજય કરનારા પુરુષો અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળનાર અનંત દુર્લભ છે. તે દશ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરુષ પરમેસ્કૃષ્ટ છે. આત્મા સંઘાતે યુદ્ધ કરવું ઉચિત છે. બહિર્યુદ્ધનું શું પ્રયજન છે? જ્ઞાનરૂપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચે ઈદ્રિને, ક્રોધને, માનને, માયાને, તેમજ લેભને જીતવાં દોહ્યલાં છે. જેણે મનેગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું.
વિપ્ર :- (હેતુ કારણ À૦) સમર્થ ય કરી, શ્રમણ, તપસ્વી, બ્રાહ્મણદિકને ભોજન આપી, સુવર્ણાદિક દાન દઈ, મનોજ્ઞ ભોગ ભેગરી હે ક્ષત્રિય! તું ત્યાર પછી જજે.
નમિરાજ – (હતું કારણ પ્રે) મહિને મહિને જ દશ લાખ ગાયનાં દાન દે તે પણ તે દશ લાખ ગાયનાં દાન કરતાં સંયમ ગ્રહણ કરીને સંયમને આરાધે છે તે, તે કરતાં વિશેષ મંગળ પ્રાપ્ત કરે છે.
વિપ્ર :- નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશીલ પ્રત્રજ્યામાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે; તેથી તે પ્રવજ્યા ત્યાગ કરીને અન્ય પ્રવ્રજ્યામાં રુચિ થાય છે, માટે એ ઉપાધિ ટાળવા તું ગૃહસ્થાશ્રમમાં રડી પૌષધાદિક વ્રતમાં તત્પર રહેજે, હે મનુષ્યના અધિપતિ ! હું ઠીક કહું છું.
નમિરાજ –(હેતું કારણ પ્રે.) હે વિપ્ર! બાલ અવિવેકી ગમે તેવાં ઉગ્ર તપ કરે પરંતુ સમ્યફથતધર્મ તથા ચારિત્રધર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સોળ કળા જેવી કેમ ગણાય?
૧. હેતુ અને કારણથી પ્રેરાયેલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org