________________
વર્ષ ૧૭ મું નથી તે અનુચરે કે નથી તે આજ્ઞા નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. જુએ છે તે જે સ્થળે પાણીને વૃદ્ધ ઘડે પડ્યો હતો તે જ સ્થળે તે પડ્યો છે. જે સ્થળે ફાટતૂટી ગદડી પડી હતી તે સ્થળે તે ફાટી તૂટી ગદડી પડી છે. ભાઈ તે જેવા હતા તેવા ને તેવા દેખાયા. પિતે જેવાં મલિન અને અનેક જાળી ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં તેવાં ને તેવાં તે જ વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શેક પામે. જે સુખાબર વડે મેં આનંદ મા તે સુખમાંનું તે અહીં કશુંયે નથી. અરેરે ! મેં સ્વમના ભેગ ભેગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયે. બિચારે તે ભિખારી એમ ગ્લાનિમાં આવી પડ્યો.
પ્રમાણુશિક્ષા :- સ્વપ્રપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા, ભગવ્યા અને આનંદ માન્ય, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્રવત્ સુખસમુદાયને મહાનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્ત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારનાં સુખ તેવા જણાય છે. સ્વમાના ભંગ ન ગયા છતાં જેમ તે ભિખારીને શેકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે, અને ભગવ્યા તુલ્ય ગણે છે, પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અધોગતિને પામે છે. સ્વમાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શેકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષે આત્મશ્રેયને શોધે છે. | ઇતિ શ્રી ભાવનાબોધ' ગ્રંથના પ્રથમ દર્શનનું પ્રથમ ચિત્ર “અનિત્યભાવના” એ વિષય પર સદષ્ટાંત વૈરાગ્યોપદેશાર્થ સમાપ્ત થયું.
દ્વિતીય ચિત્ર અશરણભાવના
(ઉપજાતિ) સર્વજ્ઞને ધર્મ સુશર્ણ જાણી,
આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથે થાશે,
એના વિના કેઈ ન બાંહ્ય હાશે. વિશેષાર્થ – સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિઃસ્પૃહતાથી બેબેલે ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન ! તેને તું આરાધ, આરાધ. તું કેવલ અથરૂપ છે તે સનાથ થઈશ. એના વિના ભવાટવીભ્રમણમાં તારી બાંય કોઈ સાહનાર નથી.
જે આત્માએ સંસારનાં માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે એ બોધ કરનારું ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ, એથી અશરણભાવના સુદ્રુઢ થશે.
અનાથી મુનિ દષ્ટાંત :- અનેક પ્રકારની લીલાથી યુક્ત મગધ દેશનો શ્રેણિક રાજા અશ્વક્રીડાને માટે મંડિકક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનહારિણી હતી. નાના પ્રકારનાં તર્કજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કેમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જળનાં ઝરણાં ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં સૃષ્ટિ-સૌંદર્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org