________________
૩૪
શ્રીમદ્ રાજચંદ્ર
ઉતારી દઇ જ્ઞાનદર્શનયુગપરાયણ થઇ એણે જે અદ્ભુતતા દર્શાવી છે તે અનુપમ છે. એનું એ જ રહસ્ય પ્રકાશ કરતાં પવિત્ર ‘ઉત્તરાધ્યયનસૂત્ર’માં આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તત્ત્વાભિલાષીનાં મુખકમળથી મહાવીર કહેવરાવે છે કે : --
अधुवे असासयंमि संसारंमि दुख्खपउराए, किं नाम हुज्ज कम्मं जेणाहं दुग्गई न गच्छिज्जा.
અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં ?” એ ગાથામાં એ ભાવથી પ્રશ્ન થતાં કપિલમુનિ પછી આગળ ઉપદેશ ચલાવે છે :
‘અવે અસાસયંમિ’—આ મહદ્ તત્ત્વજ્ઞાનપ્રસાદીભૂત વચનો પ્રવૃત્તિમુક્ત યાગીશ્વરના સતત વૈરાગ્યવેગનાં છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમરૂપે માન્ય રાખે છે છતાં, તે બુદ્ધિશાળીઓ તેના ત્યાગ કરે છે; એ તત્ત્વજ્ઞાનને સ્તુતિપાત્ર ચમત્કાર છે. એ અતિ મેધાવીએ અંતે પુરુષાર્થની સ્ફુરણા કરી મહાયેગ સાધી આત્માના તિમિરપટને ટાળે છે. સંસારને શાકાબ્ધિ કહેવામાં તત્ત્વજ્ઞાનીએની ભ્રમણા નથી, પરંતુ એ સઘળા તત્ત્વજ્ઞાનીએ કંઇ તત્ત્વજ્ઞાનચંદ્રની સાળે કળાએથી પૂર્ણ હોતા નથી; આ જ કારણથી સર્વજ્ઞ મહાવીરનાં વચન તત્ત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહદ્ભૂત, સર્વમાન્ય અને કેવળ મંગળમય છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સર્વજ્ઞ તીર્થંકરો થયા છે તેમણે નિઃસ્પૃહતાથી ઉપદેશ આપીને જગતિ વૈષણી પદવી પ્રાપ્ત કરી છે.
સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીએ કહેતા આવ્યા છે. સંસારત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગુરુજનના વિનય, વિવેક, નિઃસ્પૃહતા, બ્રહ્મચર્ય, સમ્યક્ત્વ અને જ્ઞાન એનું સેવન કરવું; ક્રોધ, લેાભ, માન, માયા, અનુરાગ, અણુરાગ, વિષય, હિંસા, શેક, અજ્ઞાન, મિથ્યાત્વ એ સઘળાંના ત્યાગ કરવા. આમ સર્વ દર્શનને સામાન્ય રીતે સાર છે. નીચેનાં એ ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે.
પ્રભુ ભજો નીતિ સો, પરડા પરોપકાર.”
ખરે ! એ ઉપદેશ સ્તુતિપાત્ર છે. એ ઉપદેશ આપવામાં કેઇએ કેઇ પ્રકારની અને કોઇએ કે ઇ પ્રકારની વિચક્ષણતા દર્શાવી છે. એ સઘળા ઉદ્દેશે તે સમતુલ્ય દૃશ્ય થાય તેવું છે. પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાના પુત્ર પ્રથમ પદવીના ધણી થઇ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષયે પૂર્વે જણાવ્યા તે તે વિષયાનું ખરું સ્વરૂપ સમજીને સર્વાંશે મંગળમયરૂપે એધવામાં એ રાજપુત્ર વધી ગયા છે. એ માટે એને અનંત ધન્યવાદો છાજે છે !
એ સઘળા વિષયે નું અનુકરણ કરવાનું શું પ્રયેાજન વા શું પરિણામ ? એનો નિવેડો હવે લઇએ. સઘળા ઉપદેશકે એમ કહેતા આવ્યા છે કે, એનું પરિણામ મુક્તિ પ્રાપ્ત કરવી; અને પ્રયાજન દુ:ખની નિવૃત્તિ. એ જ માટે સર્વ દર્શનમાં સામાન્યરૂપે મુક્તિને અનુપમ શ્રેષ્ઠ કહી છે. સૂત્રકૃતાંગ’ દ્વિતીયાંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ચાવીશમી ગાથાના ત્રીજા ચરણમાં કહ્યું છે કે :'निव्वाणसेट्ठा जह सव्वधम्मा. '
બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે.
સારાંશે મુક્તિ એટલે સંસારના શેકથી મુક્ત થવું તે. પરિણામમાં જ્ઞાનદર્શનાર્દિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી. જેમાં પરમ સુખ અને પરમાનંદના અખંડ નિવાસ છે, જન્મ-મરણની વિટંખનાને અભાવ છે, શાકના ને દુઃખના ક્ષય છે; એવા એ વિજ્ઞાની વિષયનું વિવેચન અન્ય પ્રસંગે કરીશું.
Jain Education International
For Private & Personal Use Only -
www.jainelibrary.org