________________
૩.
વૈરાગ્ય સાપુ-નાદાથમિટેડ વ્યવસ્ટેડ એટલે સાધુ પુરુષ કોઈ પાસે માગણી કરે, તેને ભંગ થાય તે ખાતર મધ્યસ્થપણું ઈચ્છે છે. અને તેના અવલંબનથી સંસાર તરી જાય છે, અને કોઈ વસ્તુની યાચના કરતા નથી. એ મધ્યસ્થપણું વૈરાગ્યનું કારણ છે અને તેટલા માટે બીજા શબ્દ તરીકે વપરાય છે. - ૨. વૈરાગ્ય--રાગ્ય. વૈરાગ્યના પર્યાય બતાવવાના શ્લેકમાં “વૈરાગ્ય” શબ્દ શા માટે મૂક્યો હશે, તે મને સમજાતું નથી. કદાચ પાદપૂરણ અર્થે, માત્રામેળ છંદમાં મૂક્યો હોય તેમ લાગે છે. એ ગમે તેમ હો, તેને અર્થ ઉપરના તથા છેલ્લા વિવેચનમાં સ્પષ્ટ થશે. રાગને અભાવ, વિરાગ, એ અર્થમાં એ શબ્દ વપરાયું છે. સર્વવતુ માન્વિત મુવિ મૂળાં વૈraથમેવાસા-આવું અભય આપનાર અને બધી વસ્તુ આ દુનિયાની ભયથી ભરેલી હોઈ વૈરાગ્ય, અભયને પિકારે છે, તે અહિંસાપકાર સર્વત્ર અભય હોય, તેમાં નવાઈ નથી. - ૩. વિરાગતા–રાગરહિતપણું, તે વિરાગ. તે શબ્દની પણ વૈરાગ્યના પર્યાયવાચી શબ્દ તરીકે ઉપયુક્તતા નથી, કારણ કે વૈરાગ્યમાં વિરાગતા આવી જાય છે. વાચક એટે માર્ગે દોરાઈ ન જાય તે માટે આ શબ્દ પણ વૈરાગ્યને પર્યાયવાચી છે, એમ અત્ર જણાવ્યું છે.
૪, શાંતિ–એ પણ વૈરાગ્યનો પર્યાયવાચી શબ્દ છે. પદ્મપુરાણમાં કહ્યું છે કે, यत्किंचिद्वस्तु संप्राप्य स्वल्प वा यदि वा बहु । या तुष्टिर्जायते चित्ते सा शांतिः कथ्यते बुधैः ॥ એટલે વસ્તુ પૅડી મળે કે વધારે મળે, પણ મનમાં મળ્યાને આનંદ થાય અથવા અલ્પ મળવાને ખેદ થાય નહિ, તેને ડાહ્યા માણસે શાંતિ કહે છે. વિષયથી મનને નિવારવું, તે પણ શાંતિને અર્થ થાય છે. મન ઉપર અંકુશ રાખે તે પણ શાંતિ છે અને કષાયે પર વિજય મેળવે તે પણ શાંતિ છે. ઉપદ્રવના નિવારણને પણ શાંતિ ગણવામાં આવે છે. અને કેઈને વારવું તે તેની શાંતિ કરવા બરાબર છે. આ સર્વ વૈરાગ્યના પર્યાયવાચી શબ્દો છે.
૫, ઉપશમ–અંદર, ભડભડ બળતી વાતને દાબી દઈ ઉપર ઉપરથી વૈરાગ્ય ધારણ કરે તે પણ વૈરાગ્યને પર્યાયવાચી શબ્દ છે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી કહે છે કે “ઉપશમ સારે છે પ્રવચને.” આ ધને ત્યાગ અથવા ઉપશમ, તેને જૈન ધર્મને સાર કહેવામાં આવ્યું છે, તે વાત બહુ સમજવા લાગ્યા છે. ઉપશમ પણ વૈરાગ્યને પર્યાયવાચી શબ્દ છે એ અત્રે જણાવ્યું છે. •
૬. પ્રશમ–એટલે શાંતિ. અંતરથી ધૂધવાતા અગ્નિ ઉપર રાખેડી વળી જાય ત્યારે – દેખાય નહિ તે ઉપશમ અને અગ્નિ છુપાયેલે પણ ન હોય, તે પ્રશમ. પ્રશમ એટલે શાંતિ અથવા નિવૃત્તિ, એમાં વૈરાગ્યવાસના હોય તે તે પ્રશમના નામને ગ્ય છે અને તે પણ વૈરાગ્યને પર્યાયવાચી શબ્દ છે.
Jain Education International
For-Private & Personal Use Only
www.jainelibrary.org