________________
શ્રી ઓધનિર્યુક્તિ
वृत्ति : तथा तपोग्रहणे च सति वैयावृत्त्यस्योपन्यासो वृथा, चशब्दसमुच्चितस्य च विनयस्य, वैयावृत्त्यविनययोस्तपोऽन्तर्गतत्वात् ।
// ૪૭
ન ચન્દ્ર.: (૪) તથા જ્યારે તમે તપનું ગ્રહણ કરેલ જ છે, ત્યારે વૈયાવૃત્યનો ઉપન્યાસ જુદો કરવો નકામો જ છે. એમ મર શબ્દથી લવાયેલ વિનયનો ઉપન્યાસ પણ નકામો છે. કેમકે વૈયાવચ્ચ અને વિનય બેય બાર પ્રકારના તપની અંદર આવી જ જાય છે.
वृत्ति : तथा क्षान्त्यादिधर्मग्रहणे च सति क्रोधादिनिग्रहग्रहणमनर्थकम् । तदियं सर्वैव गाथा आलूनविशीर्णेति ત મેત ? તિ,
ભાગ-૨
ચન્દ્ર, : (૫) પાંચમી શંકા એ છે કે તમે ક્ષમા વગેરે દશ ધર્મો બતાવેલા જ છે, એટલે હવે ક્રોધાદિ નિગ્રહનું ગ્રહણ કરવું નકામું છે. ક્ષમાધર્મ એટલે જ ક્રોધનિગ્રહ, માઈવધર્મ એટલે જ માનનિગ્રહ, આર્જવધર્મ એટલે જ માયનિગ્રહ અને વિમુક્તિધર્મ એટલે જ લોભનિગ્રહ. આમ ચારેય કષાયોના નિગ્રહ એ દશ શ્રમણધર્મમાં જ આવી જાય છે.
આમ આવી ઘણી આપત્તિઓ આવતી હોવાથી આ આખીય ગાથા ટુકડે-ટુકડા થઈ જાય છે. તદન ખોટી સાબિત થાય છે. તો હવે અમારે આ ગાથાનો અર્થ શી રીતે સમજવો ?