________________
શ્રી ઓધનિર્યુક્તિ
૪૫
પ્રશ્ન : ગાથામાં બ્રહ્મગુપ્તિ લખ્યું છે. બ્રહ્મચર્યગુપ્તિ નથી લખ્યું. સમાધાન : સર્વ શબ્દનો લોપ થયો હોવાથી ગાથામાં એ રીતે લખેલ છે.
તે બ્રહ્મચર્યગુપ્તિઓ વસતિ વગેરે નવ પ્રકારની છે. !
તથા જેના વડે જણાય તે જ્ઞાન-મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાનો છે. અહીં જ્ઞાનાદિત્રિકમાં આદિ શબ્દથી સમ્યગ્દર્શન અને - ચારિત્ર લઈ લેવા.
જે તપાવે તે તપ. તે અનશનાદિ બાર પ્રકારનો છે. ક્રોધનો નિગ્રહ વગેરે ચાર ચરણ છે વગેરેથી માનાદિનિગ્રહનો સમૂહ લેવો. આ બધું ચરણ છે.
वृत्ति : एवं व्याख्याते सत्याह पर:-ननु व्रतान्तर्गतत्वाद् गुप्तयो न पृथक् कर्तव्याः । अथ परिकरभूताश्चतुर्थव्रतस्य ब्रह्मचर्यगुप्तयोऽभिधीयन्ते, एवं तयकैकस्य परिकरभूता भावना अपि वाच्याः,
ચન્દ્ર. આ રીતે આ ભાષ્યગાથા-૨ની વ્યાખ્યા કરી, એટલે પૂર્વપક્ષ બધી આપત્તિઓ દેખાડે છે. શંકા : (૧) નવ ગુપ્તિઓ બ્રહ્મચર્ય નામના ચોથા વ્રતની અંદર જ આવી જતી હોવાથી જુદી બતાવવી ન જોઈએ. જો એમ કહો કે – નવગુપ્તિઓ તો બ્રહ્મચર્યવ્રત રૂપ નથી, પણ એના પરિકરરૂપ પરિવારરૂપ છે, માટે જુદી બતાવી
ભા.-૨
ani ૪૫ |