________________
શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ
|| ૪૪ ||
म
ण
रूस
ઓધનિયુક્તિ ભાષ્ય-૨ : ગાથાર્થ : (૧) વ્રતો (૨) શ્રમણધર્મ (૩) સંયમ (૪) વૈયાવચ્ચ (૫) બ્રહ્મચર્યની ગુપ્તિઓ (૬) જ્ઞાનાદિત્રિક (૭) તપ (૮) ક્રોધનિગ્રહાદિ આ ચરણ છે.
ટીકાર્થ : ભાષ્ય ગાથા-૧માં જે ભવતિ ક્રિયાપદ હતું એ અહીં પણ ચાલુ જ સમજવું. એટલે ‘વ્રતાદિ ચરણ છે’ એમ અન્વય થશે.
એમાં વ્રતો પ્રાણાતિપાત, મૃષા વગેરેની નિવૃત્તિરૂપ છે. (તે પાંચ છે)
શ્રમણો એટલે સાધુઓ. જે ધારી રાખે (દુર્ગતિમાં ન પડવા દે) તે ધર્મ. સાધુઓના જે ક્ષમાદિ ૧૦ ધર્મ તે ચરણ છે. (ત્તરાં મતિ એ શબ્દો બધે જ જોડવાના.)
# = એકીભાવથી જે યમ = પાપથી અટકવું તે સંયમ. તે પ્રેક્ષા-ઉપેક્ષાદિરૂપ ૧૭ પ્રકારે છે.
વ્યાવૃત્તનો = સઘળી ક્રિયાથી પાછા ફરેલાનો જે ભાવ (આચાર્યાદિની જ સેવા કરવા વગેરે રૂપ અર્થાત્ બીજાના કાર્યોમાં સહાય કરવી) તે વૈયાવૃત્ય. તે આચાર્ય વગેરેના ભેદથી ૧૦ પ્રકારે છે. 7 શબ્દ સમુચ્ચયમાં છે.
પ્રશ્ન ઃ શેનો સમુચ્ચય કરે છે ?
સમાધાન ઃ ગાથામાં વિનય લીધો નથી. તેનો 7 શબ્દ સમુચ્ચય કરે છે.
તથા બ્રહ્મ એટલે બ્રહ્મચર્ય. તેની ગુપ્તિઓ ચરણ છે.
147
स्थ
T
મ
T
व
--
म
ભા.-૨
૩ ૫૪૪ ॥