________________
૩૫
પૃથ્વીકાયના જીવમાં ચિતામણિ રત્ન, પદ્મશગ રત્ન વગેરે ઉત્તમ રત્નોની જાતિમાં ઉત્તમરૂપે ઉત્પન્ન થાય છે.
અપકાયમા તે તે મહાન તીર્થોદક (તીર્થજલ) રૂપે ઉત્પન્ન થાય છે.
તેઉકાયમાં મંગલદીપ આદિરૂપે ઉત્પન્ન થાય છે.
વાયુકાયમાં હોય ત્યારે મલયાચલ પર્વતના વસંતઋતુકાલીન મૃદુ, શીતલ અને સુગ ધિ વાયુ વગેરે રૂપે ઉત્પન્ન થાય છે.
વનસ્પતિકાયમાં હોય ત્યારે ઉત્તમ પ્રકારનાં ચંદન, કલ્પવૃક્ષ, પારિજાત, આમ્ર, ચંપક, અશોક વગેરે વૃક્ષના રૂપમાં અથવા ચિત્રાવેલ, દ્રાક્ષાવેલ, નાગવેલ વગેરે પ્રભાવશાળી ઔષધિઓમાં ઉત્પન્ન થાય છે.
બેઈન્દ્રિયમાં દક્ષિણાવર્ત શંખ, શુક્તિક, શાલિગ્રામ આદિમાં ઉત્પન્ન થાય છે.
એવી જ રીતે તેઈન્દ્રિય તથા ચૌરિદ્રિયમાં પણ ઉત્તમરૂપે ઉત્પન્ન થાય છે.
પંચેન્દ્રિય તિર્યંચમાં સર્વોત્તમ પ્રકારના હાથીરૂપે અથવા સારાં લક્ષણોવાળા અશ્વરૂપ વગેરે ઉત્પન્ન થાય છે.
તે પછી મનુષ્યમાં આવેલા તેઓ ઉત્તમ કુલોમાં ઉત્પન્ન થઈ, અપૂવકરણવડે ગ્રથિભેદ કરી, અનિવૃત્તિકરણ વગેરે ક્રમે સમ્યકત્વ પામીને, તેવા પ્રકારના ઉત્તમ દ્રવ્ય-ક્ષેત્ર–કાલ–ભાવ આદિ રૂપ સ પૂર્ણ સામગ્રી પામીને, અહંદુવાત્સલ્યાદિ વીસ સ્થાનકની ઉત્તમ આરાધના કરીને અને તેથી શ્રી તીર્થકર નામકર્મની ઉપાર્જના કરીને અનુત્તર વિમાન આદિ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
ત્યાં દેવનાં ઉત્તમ સુખોને અનુભવીને, ત્યાથી ચવેલા તેઓ ચરમ જન્મમાં સર્વોત્તમ અને વિશુદ્ધ જાતિ–કુલ–વામાં ઉત્પન્ન થાય છે.
તે વિશુદ્ધ જાતિ, કુલેમાં તેમના અવતારના પ્રભાવથી માતાને ચોદ મહાસ્વપ્નો આવે છે.