________________
૧૩૨
ભગવતના મસ્તકની બહુ જ નજીક પાછળના ભાગમાં તેજોમંડલ–પ્રભાઓનું વર્તુળ ઘાતિકર્મને ક્ષય થતાં જ સમુત્પન્ન થાય છે. તે અધિકારમાં પણ દશે દિશાઓને પ્રકાશિત કરે છે.
ઉપદેશપ્રાસાદમાં કહ્યું છે કે ભગવન્તના સસ્તકની પાછળ બાર સૂની કાંતિથી પણ અધિક તેજસ્વી અને મનોહર એવું ભામંડલ હોય છે. ભામંડલ એટલે પ્રકાશના પુંજન ઉદ્યોત.
વર્ધમાનદેશના માં કહ્યું છે કે
त्व पिच्छताण, अइदुल्लह जस्स होउ मा विग्ध । तो पिडिऊण तेअ, कुणति भामडल पिट्टे ॥
ભગવન્તનું રૂપ અતિ તેજસ્વી હોય છે, તેથી જેનારાઓને તેનું દર્શન અતિદુર્લભ ન થઈ જાય, તે માટે તે સર્વ તેજનો પિંડ થઈને ભગવગના મસ્તકની પાછળ ભામંડલ રૂપે રહે છે. તેથી ભગવન્તનું દર્શન કરવાની અભિલાષાવાળા જીવ ભગવન્તને સુખે સુખે જોઈ શકે છે–ભગવન્તની સામું જોઈ શકે છે.
આ વિષયમાં શ્રી વીતરાગસ્તવમાં કહ્યું છે કે
હે મુનિજન શિરોમણિ જિનદેવ! આપના મસ્તકની પાછળ તેજમાં સૂર્યમંડલને પરાજિત કરતું એવું ભામંડલ દેદીપ્યમાન છે. આ ભામંડલ એ આપને ઘાતિકર્મક્ષચસહચરિત અતિશય છે, છતાં જોતાં એવું લાગે છે કે આપનું અનંત તેજોમય અને સકલ જનને જોવાલાયક શરીર અતિ તેજના કારણે અદશ્ય ન થઈ જાય, તે માટે જ જાણે દેવતાઓએ તે રચ્યું ન હોય !”
પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે – ભગવન્તના મસ્તકની પાછળ તેજસ્વિતામાં બાર સૂના તેજને
૧ વી. સ્ત. પ્ર ૩. લે. ૧૧. વિવ. અવ.