________________
૩૧૮
આવા પ્રકારના અદ્ભુત અતિશય વિના સમકાલે અનેક પ્રાણીઓને ઉપકાર થઈ શકતો નથી. આ સંબંધમાં એક ભિલ્લનું દૃષ્ટાન્ત છે. તે આ રીતે –
सर:शरस्वरार्थेन, भिल्लेन युगपद्यथा ।
सरो नत्थीति वाक्येन, प्रियास्तिस्त्रोऽपि बोधिताः ।। સરોવર, બાણ અને સારે કંઠ-એ ત્રણે અર્થ કહેવાની ઈચ્છાવાળા કઈ ભિલે “જો નથિ–સર નથી” એ વાથે કરીને પિતાની ત્રણે સ્ત્રીઓને સમજાવી દીધી.
તે દુષ્ટાન્ત આ પ્રમાણે છે:
કેઈ એક ભિલ્લ જેઠ મહિનામાં પોતાની ત્રણ સ્ત્રીઓને સાથે લઈને કેઈ ગામ તરફ જતું હતું. માર્ગમાં એક સ્ત્રીએ કહ્યું કે
હે સ્વામી! તમે સુંદર શગથી ગાયન કરે કે જે સાંભળવાથી મને આ માર્ગનો શ્રમ તથા સૂર્યનો તાપ બહું દુસહ ન થાય.” બીજી સ્ત્રીએ કહ્યું કે- “હે સ્વામી ! તમે જળાશયમાંથી કમળની સુગંધવાળું શીતલ જલ લાવી આપીને મારી તૃષાનું નિવારણ કરે. ત્રીજી બોલી કે – “હે સ્વામી ! મને મૃગનું માંસ લાવી આપીને મારી શ્રદ્ધાનું નિવારણ કરે.” આ પ્રમાણે તે ત્રણે સ્ત્રીઓનાં વાક્યો સાંભળીને તે ભિલે “સરો ના ” એ એક જ વાક્યથી તે ત્રણેને જવાબ આપ્યો. તેમાં પહેલી સ્ત્રી એમ સમજી કે “મારા સ્વામી કહે છે કે મારો સો” એટલે સ્વર–કંઠ સારો નથી; તેથી શી રીતે ગાન કરું ?” બીજીએ ધાર્યું કે “કરો એટલે સરેવર આટલામાં નથી, એટલે ક્યાંથી પાણી લાવું ?” ત્રીજી સમજી કેન્સર એટલે શર–બાણ નથી તે શી રીતે મૃગને મારીને તેનું માંસ લાવી શકાય?”
આ પ્રમાણે ભિલના એક જ વાકયથી તે ત્રણે સ્ત્રીઓ પિતાના માટે ઉચિત ઉત્તર સાંભળીને સ્વસ્થ થઈ. ભગવાનની વાણું તે ઉપમારહિત તથા વચનને અગાચર છે. તે વાણીથી અનેક પ્રાણીઓ સમજે, તેમાં શું આશ્ચર્ય છે ! કહ્યું છે કે