________________
૩૩૮
અશેકવૃક્ષ શ્રી તીર્થકર ભગવંત કરતા બાર ગણો ઊંચો હોય છે. આ અશોકવૃક્ષને જોઈને ઈન્દ્રનું ચિત્ત પણ પિતાના
ઉદ્યાનવનોમાં રમતું નથી. ૨. છત્ર-સર્વ તીર્થકરોને ચદ્રમંડલ જેવા ઉજજવલ અને મુકતા
ફળના (મેતીઓના સમૂહના પ્રકાશથી સહિત ત્રણ છત્ર
શેભતા હોય છે. ૩. સિંહાસન–તે તીર્થકરનુ નિર્મલ સ્ફટિક રનથી નિર્મિત અને
ઉત્કૃષ્ટ રત્નોના સમૂહથી ખચિત જે વિશાળ સિંહાસન હોય છે,
તેનું વર્ણન કરવા માટે કેણ સમર્થ છે ? ૪. ભક્તગણોથી વેષ્ટિતતા–ગાઢ ભક્તિમાં આસક્ત, હાથ જોડેલા
વિકસિત મુખ કમળવાળા ગણો (જનસમૂહ) પ્રત્યેક તીર્થકરને
વીંટળાઈને ઘેરીને) રહેલા હોય છે. પ. દેવદુંદુભિ-“ વિષય –કષાયમાં અનાસક્ત અને મોહથી રહિત
થઈને શ્રી જિનપ્રભુના શરણે જાઓ.” એમ ભવ્ય જીવોને
કહેવા માટે જ જાણે દુંદુભિ વાદ્યા ગંભીર શબ્દ ન કરતું હોય ! ૬. પુષ્પવૃષ્ટિ–શ્રી જિનેન્દ્ર ભગવાનનાં ચરણકમળોના મૂલમાં
ઉત્તમ ભક્તિ યુક્ત દેવાએ કરેલ પુષ્પવૃષ્ટિ થાય છે. પુષ્પ
ગુણરુણ કરતા ભમરાઓથી વ્યાપ્ત હોય છે. ૭. ભામંડલ-દર્શન માત્રની સાથે જ સર્વ લેકેને સેંકડે ભવેનું
જ્ઞાન (જાતિસ્મરણ) કરાવનાર અને કડો સૂર્યો સમાન ઉજજવલ
શ્રી તીર્થકર ભગવંતોનું પ્રભામડલ જયવંતું વતે છે. ૮. ચામર–મૃણાલ, કુદપુષ્પ, ચંદ્રમા અને શંખસામાન વેત અને
નમેલા દેવતાઓના હાથો વડે વીંઝાતા ચામર વડે ભક્તિ કરાતા શ્રી જિનેન્દ્ર ભગવત જયવ તા વતે છે
ચેત્રીશ અતિશયોને પ્રાપ્ત, આઠ મહાપ્રાતિહાર્યથી સ યુક્ત, ભવ્ય જીના મોક્ષને કરનારા અને ત્રણે ભુવનના નાથ એવા શ્રી તીર્થકર ભગવંતને હું નમસ્કાર કરું છું,