________________
ઉપકાર–મૃતિ
સર્વ સાધુ ભગવંતો, સાધ્વી ભગવંતો, શ્રાવકો અને શ્રાવિકાએએ આજ સુધી મને ધર્મમાં જે કઈ સહાય કરી હોય તે બધી જ સહાયની હું કદર કરું છું.
શાસ્ત્રોમાં માતા, પિતા, શિક્ષકે, એ બધાનાં સંબંધીઓ અને ધર્મદાતા સદગુરુઓને વડીલ કહ્યા છે. ૧ એથી મારા સંસારી અવસ્થાના સ્વર્ગસ્થ માતુશ્રી સુશાવિકા શ્રી ચંપાબાઈ તથા પિતાશ્રી ધર્મનિષ્ઠ સુશ્રાવક જેઠાભાઈ પાસુભાઈ શાહ (કરછમાં સાંયરા ગામના) અને બીજા પણ પૂર્વાવસ્થાના સંબંધીઓ, શિક્ષક વગેરેએ મારા આત્માને ઉપયોગી એવી જે કઈ સહાય કરી હેય, તે બધાના ઉપકારને પણ હું મૃતિપથમાં લાઉં છું.
શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ (વિપારલે-વેસ્ટ, મુંબઈ) ને પ્રમુખ સુ. અમૃતલાલ કાલીદાસ દેશીને ફરી ફરી ઉપકાર માનું છું કે તેઓએ મને નમસ્કાર સ્વાધ્યાય, તત્તાનુશાશન, રોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવરણ વગેરે ગ્રંથનું સંપાદનાદિ કાર્ય સોંપીને મારામાં–મારા જીવનમાં સાહિત્યસર્જનની એક નવી દિશા ઊભી કરી. તેઓનાં ગ્રંથનું કાર્ય કરતાં કરતાં મને “નવકાર વિશે ઘણું ઘણું જાણવાનું મળ્યું અને યોગ અંગે જૈન અને બીજા ધર્મોના અનેક અમૂલ્ય ગ્રંથ પણ જોવા મળ્યા.
આજ સુધી ધર્મનાં જે કઈ ઉપકરણો (રજોહરણાદિ) એ મને ધર્મમાં જે સહાય કરી છે તે પ્રાચે મારા હૃદયને અહોભાવ વ્યકત
જે પેન, પેન્સિ, કાગળ, શાઈ, વગેરે સાધને શ્રીવીતરાગ ભગવંત વિશેના આ લખાણમાં કામ આવ્યા છે, તે બધાને હું મારા મસ્તકે ચઢાવું છું.
અંતમાં સર્વ ઉપકારક છે અને વસ્તુઓને નમસ્કાર કરી આ ગ્રંથ સમાપ્ત કરું છું.
૧ યાકિની મહત્તાસૂન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ગબિંદુ મહાશાસ્ત્રમા-માતાપિતા વાવ તે જ્ઞાચિત થા–એ લોક વડે આ બધાને “ગુરુ' (વડીલ) કહ્યા છે.