Book Title: Devadhidev Bhagwan Mahavir
Author(s): Tattvanandvijay
Publisher: Arhadvatsalya Prakashan

View full book text
Previous | Next

Page 428
________________ ૩૯૪ બળવાન લશ્કર સામે શી રીતે ટકી શકવાનો? તેને સહેલાઈથી પદભ્રષ્ટ કરીને આપણે રાજ્યને કબજે લઈ લઈશું અને તેને ભેગવટો કરીશું. એ યોજના અનુસાર સિંહપુર પર ચડાઈ થઈ. દેવદત્તને આ વસ્તુની ખબર પડતાં તેણે શ્રી ભકતામર સ્તોત્રની એકત્રીશમી ગાથાનું સ્મરણ કર્યું અને શ્રી ચક્રેશ્વરી દેવીની આરાધના કરી એટલે શ્રી ચકેશ્વરી દેવીએ પ્રકટ થઈને કહ્યું: “હે વત્સ! તું હિંમતથી આક્રમણકારોને સામનો કર. તને હું જરૂર વિજયી બનાવીશ”. - સવારે સિંહપુર પર આક્રમણ થતાં દેવદત્તે તેનો સામનો કર્યો. એ જ વખતે શસૈન્ય તંભિત થઈ ગયું. એટલે કે તેની સર્વ હિલચાલ અટકી પડી અને સર્વ સૈનિકે પૂતળાની જેમ નિશ્રેષ્ઠ બની ગયા આ પરિસ્થિતિ જોઈને સામતે સમજી ગયા કે દેવદત્ત પર દેવને ચારે હાથ છે અને આપણે તેને કઈ રીતે પહોંચી શકીશું નહિ, એટલે તેમણે દેવદત્તને પ્રણામ કરી પોતાની ભૂલની ક્ષમા માગી અને તેની આજ્ઞાને સ્વીકાર કર્યો. પછી તે દેવદત્તે પિતાના ભુજાબળથી બીજા પણ કેટલાક રાજાઓને તાબે કર્યા અને માંડલિક પદ પ્રાપ્ત કર્યું, વળી તેણે શ્રી ઋષભદેવ ભગવાનનું એક ભવ્ય મંદિર બંધાવ્યું અને નિરંતર તેમની ભક્તિ કરી પોતાનું જીવન સાર્થક કર્યું.

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439