________________
૩૯૦
(૧૨) યજ્ઞ માટે લાકડાં ફાડવાનાં હતાં. લાકડાં કઠણ હતાં, તેથી તાપસે ફાડી શકતા ન હતા. બુદ્ધના વચન માત્રથી બધાં લાકડાં તરત જ ફાડવાની શક્તિ તાપમાં આવી ગઈ.
(૧૩) બુદ્ધે કહ્યું. “અગ્નિ પ્રગટ થાઓ.” અગ્નિ પ્રગટ થયે. એકી સાથે પાંચસે લાકડાં બળવા માડ્યાં.
(૧૪) એક વખત હેમંત ઋતુની હિમની વર્ષાવાળી રાતમાં બુદ્ધ ગબળથી પાંચસે તાપસ માટે અંગીઠીઓ તૈયાર કરી.
(૧૫) એક વખત અકાલ વષ થઈ. આજુબાજુને બધે પ્રદેશ જળબ બાકાર થઈ ગયે. બુદ્ધને બચાવવા તાપસ નાવ લઈને આવે છે. ત્યાં બુદ્ધને જમીન પર ચાલતા જુએ છે. તે પછી બુદ્ધ આકાશમાં ઊડીને નાવમાં આવે છે.
[ આ પંદરમાંના દરેક ચમત્કારથી તાપસ પ્રભાવિત થાય છે, પણ દરેક ચમત્કારના અંતે તે એમ જ માને છે કે, “બુદ્ધ મારા જેવા અર્હત્ નથી. બધા જ ચમત્કારે પછી પણ તાપસની એ માન્યતા કાયમ જ રહે છે. ]
૧ [ અહીં યોગબળથી ચમત્કારો બુદ્દે ર્યા છે, જ્યારે શ્રીતીર્થ કર ભગવાન વીતરાગ હેવાથી સ્વય ચમત્કાર કરતા નથી. પણ ભગવતના કર્મક્ષયના પ્રભાવથી ચમત્કારો સ્વયં થાય છે–અથવા ભક્તિથી પ્રેરાએલા દેવતાઓ જીવોને ધર્મમાં જોડવા નિમિત્તે ચમત્કાર કરે છે ]