________________
૩૭૧
ઘોતક છે. કેવલજ્ઞાનકલ્યાણક વખતે સંપૂર્ણ લોક (નારકીના છે પણ) ક્ષણવાર આનંદમાં આવી જાય છે અને સર્વત્ર મહાન આહલાદક ઉદ્યોત થાય છે. ભગવંતની અતિ નજીક રહીને અરે! ભગવંતને પિતાની પવિત્ર છાયામાં લઈને, આ એકેન્દ્રિય જીવે (વૃક્ષે) આવા આનંદ અને ઉદ્યોતને અનુભવ્યો ! કેવું ધન્ય એ વૃક્ષ !
આ ચૈત્યવૃક્ષની દેવતાઓ પૂજા કરે છે. એ વિશે લોકપ્રકાશ સર્ગ ૩૦ પૃ. ૨૬૩)માં શ્રી સમવાયાગસૂત્રનું અવતરણ આપતાં કહ્યું
असुरसुरगलमहिया चेइयरुक्खा जिणवराण ।
શ્રી જિનવરેના ચૈત્યaો અસુ, સુરે અને ગરુડલાંછનવાળા સુર્પણકુમાર નામના ભવનપતિ દેવતાઓથી પૂજિત હોય છે.
સારાંશ એ છે કે વૃક્ષ એ એક મહાન પ્રતીક છે. આપણી દષ્ટિએ અશોકવૃક્ષ આદિ પ્રાતિહા અને અતિશયે એ શ્રીતીર્થકર નામકર્મરૂપ પુણ્યપ્રકૃતિનું ઉદયાવિત મૂર્ત સ્વરૂપ છે.
- ૧ ગરુડનો અર્થ શ્રીસમવાયગિસૂત્ર, સૂત્ર ૩૪, અતિશય ૩૮ માની વૃત્તિના આધારે કરેલ છે.
૨ ભગવદગીતાના પુરુષોત્તમ યોગ નામના પાદરમા અધ્યાયને પ્રારંભ વૃક્ષના વર્ણનથી થાય છે. આ મહાન પ્રતીકને નિર્દેશ વેદ (૧–૨૪–૭) અને ઉપનિષદ (કઠોપનિષદ્દ ૬-૧) મા પણ છે. આ આ પ્રતીક બધા જ પ્રાચીન લેકમાં જાણીતું હતું. સ્કેડીનેવિયાના લેકે એને પવિત્ર અંશવૃક્ષ (Igittacid) તરીકે ઓળખાતા અને એના મૂળ મૃત્યુ રાજ્યમાં અને શાખાઓ આકાશમાં માનતા નેતિ પ્રકૃર્યનાજી દેવી હર્ષાને ઉદ્દેશીને સ્વનબને નીચેની ૫ક્તિઓ લખી છે?
“અનેક મૂલ વૃક્ષ જે આકાશને આબે છે – રક્તફલથી પરિપકવ જીવનવૃક્ષ હું છું; તમારા જીવનની કળીઓમાં મારા પલ્લવોને રસ છે,