________________
૩૭૮
લાલવર્ણના અશોકવૃક્ષ નીચે સિંહાસન પર ભગવાન વર્ધમાન સ્વામી (જ્ઞાતવત્સ-જ્ઞાતપુત્ર) બેઠા. પોતે ભગવંત પર સુવર્ણની તારેની જાળીવાળું (તોરણવાળું) છત્ર ધારણ કરે છે. ઈશાને અને ચમરેંદ્ર(થી સહિત દેવે ! મણિમય દંડવાળા બે શ્વેત ચામરે ધારણ કરે છે.
यथा निशियचूर्णी भगवतां श्रीमदर्हतामष्टोत्तरसहस्त्रबाह्यलक्षणसंख्याया उपलक्षणत्वेनान्तरगलक्षणानां सत्वादीनामानत्यमुक्तम्, एवमतिशयानामधिकृतपरिगणनायोगेऽप्यतरिमितत्वमविरुद्धम् ।
જેવી રીતે શ્રી નિશિથચૂર્ણિમાં શ્રી અરિહંત ભગવંતોના ૧૦૦૮ બાહ્ય લક્ષણોને ઉપલક્ષણ કહીને સત્ત્વ વગેરે અંતરંગ લક્ષણોને અનંત કહ્યા છે, એવી જ રીતે અતિશયેની આ ત્રીશ સંખ્યા પરિમિત હોવા છતાં, અતિશયે અપરિમિત-અનંત છે, એમ કહેવુ અવિરુદ્ધ છે.
– સ્યાદ્વાદ મંજરી, શ્લેક ૧ ટીકા
(૪)
વારિ–પ્રાતિહાર્ય
जिनानामतिशयपरमपूज्यत्वख्यापकालकारविशेषे, अष्टमहाप्रातिहार्याणि जिनानाम् - अशोकवृक्षः सुरपुष्पवृष्टिः, दिव्यध्वनिश्चामरमासन च भामंडल दु दुमिरातपत्र सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥
–અભિધાનરાજેન્દ્ર, ભાગ ૫. પ્રાતિહાર્ય એટલે શ્રી જીનેશ્વર ભગવંતો અતિશય પરમ પૂજ્ય છે એમ બતાવવા તેઓના ગુણે (અતિશય) રૂપ પરમ અલંકાર તે આઠ છે –