________________
દેવાધિદેવના પાંચ વર્ણ
કેઈ પણ તીર્થકરને દેહ પાંચ વર્ણમાંથી એક વર્ણને હોય છે. વર્તમાન ચોવીશીમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને સુવિધિનાથ સ્ફટિક સમાન વેત વર્ણના હતા. શ્રી પદ્મપ્રભ સ્વામી અને વાસુપૂજ્ય સ્વામી પશ્ચરાગ મણિ સમાન લાલ વર્ણના હતા. શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, સુપાર્શ્વનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વિમલનાથ, અનંત નાથ, ધર્મનાથ, કુંથુનાથ, અરનાથ, નમિનાથ અને મહાવીર સ્વામી સુવર્ણ સમાન પીળા વર્ણના હતા. દિલનાથ અને પાર્થનાથ પ્રિય ગુવૃક્ષ સમાન લીલા વર્ણના હતા. શ્રી મુનિસુવ્રત સ્વામી અને નેમિનાથ અંજનસમાન શ્યામ વર્ણના હતા.
તેવા તેવા વિચિત્ર પ્રકારના નામકર્મના ઉદયથી શ્રી તીર્થ કર ભગવંતને તેવા તેવા પ્રકારના વર્ણનો દેહ પ્રાપ્ત થાય છે.
રોગશાસ્ત્રો, મંત્રશાસ્ત્રો, તંત્રશાસ્ત્રો, ધ્યાનશાસ્ત્રોની દષ્ટિએ તે તે પ્રકારના વર્ગો તે તે પ્રજને માટે અગત્યના ગણાય છે.
મ ત્રશાસ્ત્રના મહાન જ્ઞાતા શ્રી માનતુંગ સુરએિ નમસ્કારસારસ્તવમાંx કહ્યું છે કે –
શ્રી ચદ્રપ્રભ સ્વામી અને સુવિધિનાથનું વેતવર્ણમાં બ્રહ્મરંધમાં ધ્યાન આમ્નાયપૂર્વક કરવામાં આવે તે તે ધ્યાનના પ્રભાવથી સાધક આત્માને પોતાને કે બીજાઓને સર્વ પ્રકારનાં
જુઓ નમસ્કાર સ્વાધ્યાય, પ્રાકૃતવિભાગ, પૃ. ૨૬૮