________________
૩૭૫
બ ધનોથી મુક્ત કરી શકે છે. વળી આકાશગામિની આદિ વિદ્યાએથી સંપન્ન થયેલ તે સાધક શાસનનો મહાન પ્રભાવક થાય છે.
શ્રી પદ્મપ્રભ સ્વામી અને વાસુપૂજ્ય સ્વામીનું રક્તવર્ણમાં વિધિપૂર્વક કરાયેલ ચાનના પ્રભાવથી સાધકને ત્રણે લોક વશ થાય છે અને સર્વ કે તેના ઉપર પ્રીતિવાળા થાય છે. તે ત્રણે ભુવનને પ્રિય થાય છે.
શ્રી કાષભ– અજિત – સંભવ-અભિનંદન–સુમતિ-સુપાર્થ – શીતલ–શ્રેયાંસ-વિમલ-અનંત-ધર્મ–શાંતિ-કુંથુ–અર – ન–વીર તીર્થકરેના સુવર્ણ સમાન પીત ધ્યાનથી જલ, અગ્નિ, રેગ, વિષ, ચોર, શત્રુ, સિંહ, હાથી, સર્પ, યુદ્ધ, શાકિની, ડાકિની, શકિની, લાકિની, કાકિની અને હાકિની, આ ૧૬ પદાર્થો તત્કાલ સ્ત ભિત થઈ જાય છે.
શ્રી મલ્લિનાથ અને પાર્શ્વનાથના લીલવર્ણના ધ્યાનથી આ લોકમાં સર્વ પ્રકારના લાભ થાય છે અને સર્વ ભયે દૂર થાય છે.
શ્રી મુનિસુવ્રત અને નેમિનાથના અંજનસમાન શ્યામવર્ણના સ્થાનના પ્રભાવથી શાસન પ્રભાવક મહાન આચાર્યો શાસનના વિદ્રોહીઓનું ઉચ્ચાટન આદિ કરી શકે છે. મ ત્રશાસ્ત્રની દષ્ટિએ પીતવર્ણનું ધ્યાન સ્તંભન, રક્તવર્ણ નું ધ્યાન વશીકરણ, શ્યામવર્ણ નું સ્થાન પાપીઓનું ઉચ્ચાટન વગેરે, લીલાવર્ણનું ધ્યાન ઈહલૌકિક લાભ અને વેતવર્ણ નું ધ્યાન શાંતિ અને કર્મક્ષયને કરનાર છે.