________________
ચિત્યવૃક્ષ
न्यग्रोधाद्या अमी ज्ञानो, त्पत्ति वृक्षा यथायथम् । सर्वेषामहंता भाव्या अशोकोपरिवत्तिन :।
લે. પ્ર. સ. ૩૦, પૃ. ૨૬૪
ચોધ વગેરે જ્ઞાનોત્પત્તિવૃક્ષો અનુક્રમે તે તે અરિહંતના અશોકવૃક્ષ ઉપર જાણવાં.
દેવવિરચિત અશોકવૃક્ષ ઉપર જે ચૈત્યવૃક્ષ–જ્ઞાનોત્પત્તિવૃક્ષ હોય છે, તેની પાછળ કાંઈક રહસ્ય હોવું જોઈએ. અશોકવૃક્ષ તે પ્રથમ પ્રાતિહાર્ય છે, તેના મૂલ કારણમાં તેના ઉપર રહેલ જે ચૈત્યવૃક્ષ છે, તે સમજાય છે. ભગવંત તે પૂજ્ય છે જ, પણ ભગવંતનું ચૈત્યવૃક્ષ પણ પૂજ્ય છે. સામાન્યતઃ એ નિયમ છે કે શ્રી ભગવંત સાથે સંકળાયેલી પ્રત્યેક વસ્તુને દેવતાઓ પૂજ્ય માને છે. દા. ત. ભગવંતના નિર્વાણ પછી ભગવંતની અસ્થિઓ દેવતાઓ દેવલોકમાં લઈ જાય છે અને તેની પૂજા કરે છે. કલ્પસૂત્રમાં કહ્યું છે કે –
ભગવંતના નિર્વાણ પછી અંતિમ સંસ્કાર પછી શકેન્દ્ર ભગવ તની ઉપરની જમણી દાઢા ગ્રહણ કરે છે, ઈશાનેન્દ્ર ઉપરની ડાબી દાઢા ગ્રહણ કરે છે, અમરેન્દ્ર નીચેની જમણી દાઢા ગ્રહણ કરે છે અને બલીદ્ર નીચેની ડાબી દાઢા ગ્રહણ કરે છે. બીજા પણ દેવ બીજી અસ્થિઓ ગ્રહણ કરે છે. તે પછી નદીશ્વર દ્વીપમાં અઠ્ઠાઈ મહોત્સવ કરીને પોતપોતાની સભાઓમાં વજીના