________________
સમવસરણમાં રહેલા જીવોને થતી વેરની શાંતિ
વિશ્વાસુ મૃગ, સિહના કાનના મૂળમાં કંઠપ્રદેશમાં પ્રગટ પ્રચંડ નાળીયેરના સરખા રંગવાળા કેસરાના સમૂહને ખંજવાળે છે દેવે અને અસુરેના નિર્મલ મણિનાં કિરણોની પ્રભાથી ફ્લેશ પામતા સુકુમાર સર્પને મેર પોતાના શરીરનાં પીંછાં ઢાંકીને સ્વસ્થ કરે છે, તે જુઓ. વિશ્વાસ પામેલે, બીડેલી આંખોવાળે અશ્વ, પાડાના તીણ શિગડાના અગ્રભાગ સ્થાનમાં નેત્રનો અંતભાગ ખણે છે. તીર્થકર ભગવતની વાણીમાં એક્તાન બનેલો, નિશ્ચલ ઊંચા કાન કરીને શ્રવણ કરતો ઉદર, પિતાની કાયાના એકભાગથી સર્ષની ફણાને સંતાપ કરે છે, તે તમે દેખો. ધર્મકથા શ્રવણ કરવામાં તલ્લીન થયેલ, વેરાનુબંધ શાન્ત કરેલ બિલાડે, કે જેના મુખાઝમા રહેલ ઉંદર-બચ્ચું નિશ્ચલ અને શાતિથી બેઠેલું છે, તેને તમે જુઓ. મૃગ બચ્ચું, શ્વેત સ્તનવાળી વાઘણને ઓળખ્યા વગર ધાવે છે, અને તે પણ પોતાના બાળકને ઓળખ્યા વગર ક્ષીરપાન કરાવે છે. હાથી ભૂરા રંગવાળી કેસરાવાળા સિંહની ગરદન ઉપર પોતાની સૂંઢ રાખીને પોતાના કાન સ્થિર કરીને પ્રભુ વાણી શ્રવણ કરે છે. જિનવચન શ્રવણ કરનાર હર્ષિત વૃષભે મુખા ભાગમાંથી બહાર નીકળેલી ભયકર દાઢવાળા સિહના દેહને દાબી રાખે છે, તે દેખે. ગાયના વાડાને શ્વાન, ખેાળામાં દેડકાને બેસાડીને, દે, અસુરોવાળી સર્વ સભા સમજી શકે તેવી મનહર પ્રભુની વાણીને શ્રવણ કરે છે. જેમના પ્રભાવથી આ પ્રમાણે છોડી દીધેલા વિરાનુબંધવાળા તિર્યંચગણો પણ થાય છે, તેમનું આ સર્વગુણયુક્ત સમવસરણ જગતમાં
જ્ય પામે છે. આવા સમવસરણને જોતા લેકે અંદર આવ્યા. સિંહાસન પર વિરાજમાન, સંસાર અને મોક્ષમાર્ગને પ્રકાશિત કરતા