________________
ફ૨પ
મૂળ લેકમાં “અતિશારિવંત” અતિશએ કરીને યુક્ત એવું જે પદ કહેલું છે તેની આ વ્યાખ્યા કરવામાં આવી. એવા અતિશવાળા વિશ્વસેન રાજાના કુલમા તિલક સમાન અને અચિરા માતાની કુક્ષિરૂપી ગુક્તિ (છીપ)ને વિષે મુક્તાફળ (મોતી) સમાન સળમાં તીર્થકર શ્રી શાંતિનાથ સ્વામીને નમસ્કાર કરીને એટલે મન–વચન-કાયાની શુદ્ધિથી પ્રણામ કરીને અનેક શાસ્ત્રના અનુસારે આ ઉપદેશપ્રાસાદ ગ્રંથ રચુ છું.