________________
૩૨૪
- નીચાં બીંટવાળાં, સુગધવાળાં, અને જળ–સ્થળમાં ઉત્પન્ન થયેલાં અને દિવ્ય એવાં પંચરંગી પુષ્પોની વૃષ્ટિ દેવતાઓ તરફ વિસ્તારે છે.
આ પ્રમાણેનો સિદ્ધાન્તનો પાઠ જોઈ કેટલાએક સ્વમતિકલ્પનાથી એવો ઉત્તર આપે છે કે-“જે સ્થળે મુનિઓ બેસે છે તે સ્થળે દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરતા નથી, પણ આ ઉત્તર પણ સત્ય નથી, કેમકે મુનિઓ જે સ્થળે બેઠા હોય ત્યાં જ કાષ્ઠની જેમ સ્થિર તેઓએ બેસી જ રહેવું જોઈએ, એ કોઈ નિયમ નથી. કારણવશે તેઓનું ગમન-આગમન પણ સંભવે છે. અહીં સર્વ ગીતાને માન્ય એવે ઉત્તર એ છે કે–“જેમ માત્ર એક યોજન જેટલી સમવસરણભૂમિમાં અપરિમિત સુર, અસુર અને તિર્યને કાંઈ પણ બાધા થતી નથી, તેમ જાનુ પ્રમાણ પુપના સમૂહ ઉપર મુનિગણ વગેરે જનસમૂહના ચાલવાથી પણ તે પુપિને કાંઈ પણ બાધા થતી નથી, એટલું જ નહીં વુિ જાણે અમૃતરસથી સિચન કરાતાં હોય તેમ તે પુષ્પો ઊલટાં વિશેષ ઉલાસ (વિકાસ) પામતાં જાય છે, કેમકે અનુપમ એવા તીર્થ કરેને પ્રભાવ અચિંત્ય છે.”
૧૭. તીર્થકરોના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથપગના નખ વૃદ્ધિ પામતા નથી (નિરંતર એક જ સ્થિતિમાં રહે છે).
૧૮. તીર્થકરેના સમીપે સર્વદા ઓછામાં ઓછા એક કરોડ ભવનપતિ વગેરે ચારે નિકાયના દે રહે છે.
૧૯, જિનેશ્વર ભગવત જે સ્થાને વિચરતા હોય ત્યાં નિરંતર વસંત વગેરે સર્વ ઋતુઓનાં મનહર પુષ્પફળાદિકની સામગ્રી પ્રગટ થાય છે, એટલે ઋતુઓ પણ બધી અનુકૂલ વતે છે
આ પ્રમાણે તીર્થકરોના સર્વે મળીને ચેત્રીશ અતિશનું વર્ણન જાણવું. આ અતિશમાં કેઈ ઠેકાણે સમવાયાંગની સાથે કાઈ કાંઈ ફેરફાર જોવામાં આવે છે, તે મતાંતર જાણવું. મતાંતરનું કારણ તો ભગવાન સર્વત્ર જ જાણે.