________________
૩૨૧
૬. માખણ જેવાં કમળ, સુવર્ણનાં નવ કમલે દે રચે છે, તેમાં બે કમળ ઉપર તીર્થકર ભગવંત પિતાના બે પગ રાખીને ચાલે છે. બાકીનાં સાત કમળો ભગવાનની પાછળ રહે છે. તેમાંથી બે બે કમળો કમસર ભગવાનની આગળ આવ્યા કરે છે.
૭. તીર્થકરના સમવસરણ વખતે મણિન, સુવર્ણ અને રૂપાને એમ ત્રણ ગઢ દેવતાઓ રચે છે. તેમાં ભગવાનની પાસે પહેલે ગઢ (પ્રાકાર) વિચિત્ર પ્રકારનાં રત્નોને વૈમાનિક દેવતાઓ બનાવે છે. બીજો એટલે મધ્ય પ્રાકાર સુવર્ણ જ્યોતિષી દેવે બનાવે છે અને ત્રીજો એટલે બહારને પ્રાકાર રૂપાને ભવનપતિ દેવતાઓ રચે છે.
૮. તીર્થકર ભગવત જ્યારે સમવસરણમાં સિહાસન પર બીરાજે છે, ત્યારે તેઓનું મુખ ચારે દિશાઓમાં દેખાય છે. તેમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રભુ પોતે જ બિરાજે છે. બાકીની ત્રણ દિશામાં ભગવતના પ્રભાવથી ભગવંત જેવાં જ ત્રણ રૂપ દેવતાઓ વિક છે. તે રચવાને હેતુ એ છે કે સર્વ દિશાઓમાં બેઠેલા દેવે વગેરેને પ્રભુ પિતે જ અમારી સામે બેસીને અમને ઉપદેશ આપે છે, એ વિશ્વાસ આવે.
૯. જ્યાં જ્યાં પ્રભુ સ્થિતિ કરે છે તે તે સ્થળે ભાગવતની ઉપર દેવતાઓ અશોકવૃક્ષ રચે છે. તે અશેકવૃક્ષ ભાષભસ્વામીથી આરંભીને શ્રી પાર્શ્વનાથ સ્વામી સુધી તેવીસ તીર્થકરે ઉપર તેમના પિતાના શરીરના માનથી બારગુણો ઊ એ રચવામાં આવે છે અને મહાવીર સ્વામી ઉપર બત્રીસ ધનુષ ઊ એ રચવામાં આવે છે. કહ્યું છે કે
उमभस्म तिन्नि गाउ य, बत्तोम घणणि वद्ध माणस्स । मेसजिणाणममोओ, सरीरओ वारमगुणो ॥१॥
કષભસ્વામી ઉપર ત્રણ ગાઉ ઊંચો અશોકવૃક્ષ હોય છે, વદ્ધમાન (મહાવીર સ્વામી ઉપર બત્રીસ ધનુ ઊ ચે હોય છે,
દે ભ મ ૨૧