________________
૩૨૦
૭. ઉપર કહી તેટલી ભૂમિમાં મારી (મરકી) દુષ્ટ દેવતાદિકે કરેલે ઉત્પાત (ઉપદ્રવ) અને અકાલ મૃત્યુ થતા નથી.
૮. તેટલી ભૂમિમાં અતિવૃષ્ટિ એટલે ઉપરાઉપર નિરંતર વરસાદ થતો નથી, કે જેથી ધાન્ય માત્ર કહી જાય.
૯. તેટલા સ્થળમાં અનાવૃષ્ટિ–સર્વથા જળનો અભાવ થતો નથી. તેટલા સ્થળે દુર્લિક્ષદુષ્કાળ પડતો નથી.
૧૧. પિતાના રાજ્યના લશ્કરને જાય છે હુલ્લડ વગેરે) તથા બીજા રાજ્ય સાથે યુદ્ધ વગેરે થવાનો ભય ઉત્પન્ન થતા નથી.
આ પ્રમાણે કર્મક્ષયજન્ય ૧૧ અતિશે જાણવા. હવે દેવતાઓએ કરેલા એગણ અતિશય આ પ્રમાણે છેઃ
પ્રભુ વિચરતા હોય ત્યારે આકાશમાં દેદીપ્યમાન કાંતિવાળું, ધર્મને પ્રકાશ કરનાર ધર્મચક આગળ ચાલે.
આકાશમાં શ્વેત ચામર બન્ને બાજુ ચાલે.
આકાશમાં નિર્મલ સ્ફટિક મણિનું રચેલું પાદપીઠ સહિત સિહાસન ચાલે.
૪. આકાશમાં ભગવાનના મરતક પર ત્રણ છત્ર રહે.
પ. આકાશમાં રત્નમય ધર્મધ્વજ પ્રભુની આગળ ચાલે. સર્વ વજની અપેક્ષાએ આ ધ્વજ અત્ય ત મોટા હોવાથી તે ઈન્દ્રધ્વજ પણ કહેવાય છે
આ પાચે અતિશય જ્યાં જ્યાં જગદ્ગુરુ ભગવાન વિહાર કરે ત્યાં ત્યાં આકાશમાં ચાલ્યા કરે છે અને જ્યાં જ્યાં ભગવાન બેસે ત્યાં ત્યાં યથાયોગ્ય ઉપયોગમાં આવે છે. એટલે કે—ધર્મચક્ર તથા ધર્મદેવજ આગળના ભાગમાં રહે છે, પાદપીઠ પગ તળે રહે છે, સિહાસન ઉપર પ્રભુ બેસે છે, ચામર વીંઝાય છે અને છત્રો મસ્તક પર રહે છે.