________________
૩૧૭
૨ તીર્થકરને શ્વાચ્છવાસ કમલના પરિમલ જે સુગન્ધી હોય છે.
૩ જિનેશ્વરેનુ માંસ અને રુધિર ગાયના દૂધ જેવું ઉજ્જવલ શ્વેત) હેાય છે. તથા –
૪. ભગવંતનો આહાર અને નીહાર ચર્મચક્ષુવાળાં પ્રાણીઓને (મનુષાદિકને) અદશ્ય હોય છે, પરંતુ અવધિ વગેરે જ્ઞાનવાળા પુરુષ વગેરે તે જોઈ શકે છે.
આ ચારે અતિશય ભગવાનને જન્મસમયથી જ હોય છે.
હવે જ્ઞાનાવરણાદિક ચાર ઘાતિ કર્મોના ક્ષયથી ૧૧ અતિશય ઉત્પન્ન થાય છે, તે બતાવે છે –
૧. ભગવતના સમવસરણની ભૂમિ માત્ર એક જન વિસ્તારવાળી હોય છે, તો પણ તેટલી ભૂમિમાં કરેડે દેવતાઓ, મનુષ્ય અને તિર્યને સમાવેશ થાય છે. તેઓ પરસ્પરના સ કેચની બાધાથી રહિત સુખે બેસે છે.
૨. ભગવતની પાત્રીસ ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા દેવતાઓ, મનુષ્યો અને તિર્ય ચાને પોતપોતાની ભાષામાં સમજાવવાથી ધર્મને અવધ કરનારી થાય છે. તે વાણી એક જનના સમવસરણમાં રહેલાં સર્વ પ્રાણીઓ દ્વારા એક સરખી રીતે સાંભળવામાં આવે છે. જો કે ભગવત તે એક જ ભાષામાં ઉપદેશ આપે છે, પરંતુ વરસાદના પાણીની જેમ તે ભાષા ભિન્ન ભિન્ન જીવે રૂપ આશ્રયને પામીને તે તે જીની ભાષાપણે પરિણામ પામે છે, તે વિષે કહ્યું છે કે —–
देवा देवी नरा नारी, शवराश्चापि शावरीम् ।
तिर्यञ्चोऽपि हि तैरश्ची, मेनिरे भगवगिरम् ॥ १ ॥ ભગવાનની વાણુને દેવતાઓ દેવી ભાષા માને છે, મનુષ્ય માનુષી ભાષા માને છે, ભિલ્લ લોકે પિતાની ભાષા માને છે અને તિર્થં ચ પિતાની (પશુપક્ષીની) ભાષા માને છે.