________________
૨૪૮
અગિયાર કર્મક્ષયજ અતિશઃ ૧. એક એજનમાત્ર ક્ષેત્રપ્રમાણુ સમવસરણભૂમિમાં દેવતાઓ,
મનુષ્યો અને તિર્યંચ કોડાકેડીલ સંખ્યામાં સમાઈ શકે. ૨. ભગવંતની અર્ધમાગધી ભાષા મનુષ્ય, તિર્યા અને દેવને વિશે પિતપોતાની ભાષામાં પરિણામને પામે તથા એક એજન
સુધી સર્વત્ર વ્યાપી જાય છે. ૩. સુંદર, મનોહર અને તેજમાં સૂર્યબિબની શેભાને જીતતું
એવુ ભામંડલ ભગવંતના મસ્તકની પાછળ હોય છે. ભા એટલે પ્રભા, તેજ, પ્રભાઓનું મંડલ તે ભામંડલ. ૪. ભગવંતની ચારે બાજુ સવાસે જનપ્રમાણ ભૂમિમાં કઈ
પણ પ્રકારના રેગ ન હોય. પ. પરસ્પરના વિરોધરૂપ વૈર ન હોય. ૬. ઈતિ- ધાન્ય વગેરે ઉપદ્રવને કરનાર ઉંદર આદિ પ્રાણીઓના
સમૂહે ન હોય. ૭. મારી– ચેપી રોગોના કારણે લોકમાં વિપુલ પ્રમાણમાં મરણ
ન હોય, ૮. અતિવૃષ્ટિ – નિરંતર વર્ષ ન હોય ૯. અવૃષ્ટિ – સંપૂર્ણ રીતે વરસાદને અભાવ ન હોય. ૧૦. દુર્મિક્ષ – ભિક્ષુઓને ભિક્ષાની અપ્રાપ્તિ દુષ્કાળ ન હોય. ૧૧. સ્વરાષ્ટ્રથી અને પરરાષ્ટ્રથી ભય ન હોય.
ઓગણીસ દેવકૃત અતિશઃ ૧. આકાશમાં ધર્મનો પ્રકાશ કરનાર ધર્મચક્ર હેાય છે.
૧. કેડાછેડી = કરડે કરેડ