________________
પ્રકાશ ૪ દેવકૃતાતિશયસ્તવ
मिथ्यादशा युगान्तार्कः, सुदृशाममृतांजनम् ।
तिलक तीर्थकृल्लक्ष्म्याः , पुरश्वक तवैधते ॥ १ ॥ મિથ્યાદષ્ટિઓને પ્રલયકાલના સૂર્ય તુલ્ય, સમ્યગ્દષ્ટિઓને અમૃતના અંજન તુલ્ય અને તીર્થ કરની લક્ષ્મીનું તિલક એવું ધર્મચક આપની આગળ શેભી રહ્યું છે.
एकोऽयमेव जगति, स्वामीत्याख्यातमुच्छ्रिता ।
उचैरिन्द्रध्वजव्याजात्तर्जनी जम्भविद्विपा ॥ २ ॥
જગતમાં આ વીતરાગ જ એક સ્વામી છે” એમ કહેવાને માટે જાણે ઈન્દ્ર ઊચા એવા ઈન્દ્રધ્વજના બડાને પિતાની તર્જની (અંગૂઠા પાસેની આંગળી ) ઊંચી કરી ન હોય
यत्र पादौ पद धत्तस्तव तत्र सुरासुराः । किरन्ति पङ्कजव्याजाच्छिय पङ्कजवासिनीम् ॥ ३ ॥
જ્યાં આપના બે ચરણે પગ મૂકે છે, ત્યાં દેવ અને દાન સુવર્ણ કમળના મિષથી કમળમાં નિવાસ કરનારી લક્ષ્મીને વેરે છે.
दानशीलतपोभाव-, भेदाद्धर्म चतुर्विधम् ।
मन्ये युगपदाख्यातु, चतुर्वक्त्रोऽभवद्भवान् ॥ ४ ॥ દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારના ધર્મને એકી સાથે કહેવા માટે જ જાણે આપ ચાર મુખવાળા થયા છે, એમ હું માનું છું.
દે, ભ, મ ૧૭