________________
તેવા તેવા પ્રકારના વિચિત્ર નામકર્મના પ્રભાવથી ઉપર કહેલા તે તે વર્ણવાળા સર્વ તીર્થકરને હું નમું છું.
બીજાઓનાં શરીર તે વારંવાર જલ આદિથી સાફ કરવા છતાં પણ અલ્પકાળમાં જ મલિન થઈ જાય છે, જ્યારે તે સૌભાગ્યસિ! આપનું શરીર તો કેઈ પણ જાતના પ્રક્ષાલન વિના જ સદા સહજ નિર્મલ છે. પ્રભો! આપના નિસર્ગનિર્મલ દેહને મારે ફરી ફરી નમસ્કાર હો.
શ્રેષ્ઠ સુવર્ણ, શંખ, વિદ્રમ (પ્રવાલ), મરકત મણિ અને મેઘ સમાન વર્ણવાળા, મેહરહિત અને સર્વ દેવતાઓથી પૂજિત એક સિત્તેર જિનેશ્વરેને હું વંદન કરું છું.'
(૧) આ. સહજ સુગ ધિ શરીર | હે જગતના અલ કાર પ્ર! જેના ઉપર દેવાગનાઓનાં નેત્રો ભ્રમરની જેમ વિભ્રમ (વિલાસનૃત્ય) ધારણ કરે છે, તે આપના સહજ સુગ ધિ શરીરને મારે નમસ્કાર છે. - જેમ કલ્પવૃક્ષનાં પુષ્પોની માળાને વિશે ભ્રમની પક્તિઓ આકૃષ્ટ થાય છે, તેમ વૈમાનિક દેવાંગનાઓનાં પણ નેત્ર જેઓના સહજ યુગ ધિ પરમ સૌભાગ્યમય શરીર વિશે સંપૂર્ણ રીતે આકૃષ્ટ થાય છે, એવા આપને દેવ ! મારે નમસ્કાર થાઓ.
બીજાઓનાં શરીર કસ્તુરી, ચંદન આદિ સુગંધિ દ્રવ્યોથી વાર વાર વાસિત થવા છતાં પણ અલ્પકાળમાં જ સુગન્ધહીન થઈ જાય છે, જ્યારે હે પ્રભે! આપણું શરીર તે સ્વભાવથી જ નિત્ય સુરભિ છે, સ્વભાવસુરભિ દેહવાળા આપને માટે સંપૂર્ણ નમસ્કાર થાઓ,
१ वरकणयसखविदुममरगयघणसन्निहं विगयमोह । सत्तरिमय जिणाण, सव्वामरपूइस वदे॥
– શ્રી વિજયપહૃત્તસ્તોત્ર, ગા. ૧૧ ૨ . ૨.