________________
२६६
(૧) ઈ પરસેવાથી રહિત શરીર હે નાથ ! બીજાઓનાં શરીર ગરમીના કારણે પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, જ્યારે આપણું શરીર તે દર્પણમાં સંક્રાંત પ્રતિમા જેવું છે; જેમ દર્પણમાં રહેલ રૂપ પરસેવાથી વ્યાપ્ત કદાપિ ન થાય, તેમ આપનું શરીર નિસર્ગથી જ પરસેવાથી રહિત છે. એવા આપના શરીરને મારે નમસ્કાર થાઓ.
૨ દ્વિતીય સહજાતિશય રક્તમાસાતિશય
૨ અ. ક્ષીરધારા સમાન રક્ત હે વીતરાગ! આપના અન્વર્થ (યથાર્થ) નામથી જ સુવિહિત છે કે આપનું મન રાગરહિત છે. હે ભગવાન કેવળ આપનું મન જ રાગ–વિષયાસક્તિથી રહિત છે, એવું નથી, પણ આપના દેહમાં રહેલ રક્ત પણ રાગ–લાલરગથી રહિત છે, દૂધની ધારાસમાન વેત છે. હે દેવ! આપ જ્યારે રાગના નિગ્રહમાં આગ્રહવાળા હતા ત્યારે આપનું રક્ત (રૂધિર) અંદરથી આશ્ચર્યચકિત થયું અને તે રક્ત રાગ (પિતાની લાલાશ)ને ત્યાગ કર્યો !
૨ બ. અદુર્ગધી શુભ્ર માંસ હે સ્વામિના! સર્વગતથી વિલક્ષણ અસામાન્ય અને લોકેસર એવા આપના રૂપ, ધ્યાન, જ્ઞાન, ત્રણ ગઢ, ત્રણ છત્ર, ચામર, ઈન્દ્રવજ ઈન્દ્રોનું પણ પગમાં પડવું વગેરે ગુણોની રાશિને સ્તવવા માટે આખું જગત્ પણ સ્તુતિકાર બની જાય તો પણ તે કેવી રીતે સ્તવી શકે ? નાથ ! બીજા ગુણોની તો વાત જ શી કરીએ ? પણ આપના દેહને ધાતુરૂપે રહેલ માંસ પણ જગતના સર્વ જીના માંસ કરતાં અત્યંત વિલક્ષણ છે. બીજાઓનું માંસ તે દુધવાળુ, જેવું ન ગમે તેવું અને લાલ હોય છે, જ્યારે આપનુ માંસ તે સર્વથા દુર્ગધ વિનાનું, ઉત્તમ પ્રકારના પરિમલથી સમૃદ્ધ, અબીભત્સ [જોઈને જુગુપ્સા (નફરત) ન થાય તેવું ] અને સમુદ્રના ફીણ
૧ ક. ૪ ૨ ક. ૫ ૩ લો. ૬