________________
ર૬૭
જેવું શુભ્ર (સફેદ) હોય છે. હે નાથ ! આપના શરીરની સર્વ ધાતુઓ પણ જગતનાં સર્વ જીવો કરતાં જુદી જ જાતની હોય છે, તે પછી આપની પ્રત્યેક બીજી વસ્તુ લકત્તર હોય એમાં આશ્ચર્ય જ
૩ તૃતીય સહજાતિશય, નિશ્વાસસૌરભ્ય સંપૂર્ણ જગત્ પણ જેના મહિમાને ન જાણી શકે એવા હે દેવ ! સકલ જગતમાં કેઈ સુરભિ (સુગ ધી)માં સુરભિ વસ્તુ હોય તે તે આપનો નિઃશ્વાસ છે. તે નિઃશ્વાસની દિવ્ય સુગ ધ ચારે દિશાઓમાં એટલી બધી ફેલાય છે કે ભમરાઓ જે જે પુષ્પો પર બેઠા હોય તે તે બધા જ પુષ્પને છેડી છેડીને આપના નિશ્વાસની સુરભિતાને અનુસરે છે. જલમાં ઉત્પન્ન થતાં પુંડરીક આદિ કમળ અને ભૂમિ પર ઉત્પન્ન થતા તિલક, ચંપક, અશોક, કેતકી, બકુલ, માલતી આદિ પુષ્પોના સંપૂર્ણ સમૂહની સુગધ કઈ દિવ્ય શક્તિ વડે એકત્ર કરવામાં આવે તે પણ છે સ્વામિન્ ! તે સુગધ આપની નિશ્વાસ–સુરભિતાની તુલના કેવી રીતે કરી શકે ! જગતમાં પરિમલના સાચા રસિક તે ભમરાઓ છે. તેઓ પણ જ્યારે બીજા પુષ્પોને તજી તજીને આપના નિશ્વાસને અત્યંત આકુલતાથી અનુસરે છે, ત્યારે તે સ્વામિન્ ! જગતમાં આપના નિશ્વાસ કરતાં ચઢિયાતી સુગધ કઈ હોઈ શકે? ચતુર્થ સહજાતિશય આહારનીહાર ચર્મચક્ષુવાળા માટે અદશ્ય
જગતના સૌથી અદ્દભુત નિધાન, હે પરમાત્મન્ ! સર્વ કલેશેની પરંપરાનો સમૂળ નાશ થવાથી આપની અપુનર્ભવ સ્થિતિ (ફરીથી જન્મ ન લેવાપણું) તે ચમત્કારિક છે જ, કિન્તુ સર્વ લોકોને સાધારણ એવી આપની ભવસ્થિતિ પણ અલૌકિક આશ્ચર્યને કરનાર છે, કારણ કે જન્મથી માંડીને નિર્વાણ સુધી આપના આહાર અને નીહાર (મલ વિસર્જન) કેઈ પણ ચર્મચક્ષુવાળા વડે જે ઈ શકાતા નથી (ભગવન્તના આહારનીહાર આંખથી દેખી શકાય નહીં, અવધિજ્ઞાની જેઈ શકે.)
૧ ૨
. ૭ લો ૮