________________
ઉ૧૨
અહીં “અભિધાન ચિતામણિ” ગત ચેત્રીશ અતિશના વર્ણનતુ અવતરણ ટાંકેલ છે, તે પછી કહ્યું છે કે –
શ્રી સમવાયાંગ સૂત્રમાં કેટલાક અતિશ બીજી રીતે વર્ણવ્યા છે તે માતર જાણવું.
ચાર અતિશય * ૧ પૂજા, (૨) જ્ઞાન, (૩) વચન અને (૪) અપાયાપરમ નામના ચાર બીજા મહાન અદ્ભુત અતિશયે તે વિશ્વોપકારી ભગવન્તને હોય છે.
આઠ પ્રાતિહાર્ય અને આ પૂજા અતિશય આદિ ચાર અતિશય એમ શ્રી અરિહંતના બાર ગુણ પ્રસિદ્ધ છે.
અશોક વૃક્ષ સમવસરણના મધ્યભાગમાં સર્વવૃક્ષોમાં શ્રેષ્ઠ એ અશક વૃક્ષ હોય છે. તેને વિસ્તાર એક જનને, શાખાઓ વિસ્તીર્ણ અને છાયા ગાઢ હોય છે. શ્રી જિનેશ્વર ભગવન્તની કાયાના માનથી. તે બાર ગણો ઊ એ હોય છે. તે પુપિ, પતાકાઓ, તોરણો આદિથી સહિત હોય છે. શ્રી ભગવંતના બરાબર મસ્તક ઉપર આવે એ રીતે ત્રણ છત્ર તે વૃક્ષમાં લટક્તાં હોય છે.
શ્રી સમવાયાગ સૂત્રમાં કહ્યું છે કે ચોવીશ તીર્થકરોના અનુક્રમે ચોધ આદિ ચોવીશ ત્યવૃક્ષ હેાય છે. છેલ્લા તીર્થકર શ્રી વર્ધમાન સ્વામીને “સાલ” નામનું ચિત્યક્ષ હતું. શ્રીવર્ધમાન સ્વામીના ચૈત્યવૃક્ષની ઊંચાઈ બત્રીશ ધનુષ્યની હતી. તેમાં ૨૧ ધનુષ પ્રમાણ અને સર્વ ઋતુઓના ફળવાળે અશોકવૃક્ષ નીચે હોય છે, અને તેની ઉપર ૧૧ ધનુષપ્રમાણ સાલવૃક્ષ હેાય છે, એ રીતે
૧ પૃ. ૩૧૪ ૨ ૫, ૩૧૪ લો. ૯૭/૯૮ ૩ પૃ ૨૬૨/૨૬૪