________________
૩૧૩
કુલ બત્રીશ ધનુષની ઊંચાઈ જાણવી. પ્રથમ જિનેન્દ્રને ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉનો અને બાકીના જિનેન્દ્રોને તેઓના શરીરથી બાર ગણે જાણો.
જિનેશ્વરનાં આ ચિત્યવ્ર છત્ર સહિત, પતાકા સહિત, વેદિક સહિત, તેરણા સહિત અને સુરે, અસુરે તથા વ્ય તરેથી પૂજિત હોય છે.
ચૈત્યવૃધ્ય એટલે તે વૃક્ષ કે જેની નીચે તે તે તીર્થકર ભગ વતોને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું હોય.
સમવસરણ ચૂર્ણિમાં કહ્યું છે કે-તે અશોકવૃને સર્વ ઋતુએના પુષ્પાદિ એકીસાથે હોય છે.
(તાત્પર્ય કે નીચે જિનશરીર કરતાં દ્વાદશ ગુણ ઊંચે દેવવિરચિત અશોકવૃક્ષ હોય છે અને તેની ઉપર તે તે તીર્થકરને ચૈત્યવૃક્ષ-જ્ઞાનોત્પત્તિ વૃક્ષ હોય છે.)
દેવછંદ તેલ અશેકવશ્વની નીચે અરિહ તોનો દેવ છદ-ઉપદેશ આપવાનું સ્થાન હોય છે એટલે કે ચાર દિશાઓમાં ચાર સોનાના સિંહાસન હોય છે. તે સિહાસને દેદીપ્યમાન રત્નોની પ ક્તિઓથી ખચિત હોય છે. તે હીરાઓના મિષથી દેવતાઓએ જિનનાં દર્શન માટે જાણે લાખે આ ન કરી હોય!
દરેક સિહાસનની આગળ પ્રકાશમાન રત્નજ્યોતિ–સમૂહોથી શોભતુ પાદપીઠ હોય છે. તે શ્રી અરિહતનાં ચરણોના સમાગમથી જાણે ઉલ્લાસવાળું ન થયું હોય !
પ્રત્યેક સિહાસનની ઉપર મોતીઓની શ્રેણિઓથી શોભતાં ત્રણ છત્ર હેાય છે. પ્રત્યેક સિહાસનની બન્ને બાજુ ચંદ્ર જેવા ઉજવલ બે બે ચામરોને ધારણ કરનારા અને સર્વ અલંકારોથી વિભૂષિત બે બે દેવતાઓ હોય છે,
૧. પૃ. ૨૬૫/૨૬૬