________________
૩૧૧
જવું) વડે સૂચવે છે કે પ્રભુને નમસ્કાર કરવાથી સજજને ઊંચી ગતિને પામે છે. પ સિંહાસન
રત્નોથી ખચિત અને પાદપીઠથી સહિત એવા સુવર્ણ—સિહાસન ઉપર શ્રી જિનેશ્વર ભગવન્ત વિરાજમાન થાય છે. વિહાર વખતે એ સિહાસન ભગવતની આગળ ઉપર આકાશમાં ચાલે છે. ૬ ત્રણ છત્ર
ઉક્વલ મોતીઓથી શોભતા એવા ઉપર ઉપર રહેલ ત્રણ છત્ર જગતને વંદનીય એવા ભગવ તેની ઉપર શોભે છે. વિહાર વખતે ભગવંત ઉપર રહીને એ ત્રણ છત્ર ભગવન્તની સાથે સાથે ચાલે છે. જગતને વંદનીય શ્રી ભગવંત ઉપર રહેવાને લાભ પિતાને મળે છે, તેથી જ જાણે પિતાની ગ્રીવા એ છત્રાએ ઉપર ન કરી હોય, એમ કવિઓ ઉપેક્ષા કરે છે. ૭ ભામંડલ
ભામંડલ ભગવન્તના મસ્તકની પાછળ દીપી રહ્યું છે, જાણે રાજના નિયત, અવસ્થંભાવી અસ્તથી કદર્થનાને પામેલ સૂર્યમડલ ભગવંતના શરણે ન આવ્યું હોય ! ૮ દુંદુભિ
હે લોકે! શ્રી જિનેશ્વર ભગવંત વિદ્યમાન છે, તે કર્મ જન્ય કષ્ટો ક્યાથી હેઈ શકે ” એમ જાણે કહેતી હોય તેમ દુંદુભિ ભગવન્તની આગળ ઉપર આકાશમાં ગાજે છે.
આ રીતે (૧) અશોકવૃક્ષ, (૨) પુપરાશિ, (૩) ઉત્તમ ધ્વનિ (૪) ચામર, (૫) આસન, (૬) છત્ર, (૭) ભામંડલ અને ૮) ભેરી, એમ પ્રાતિહાર્ય–અષ્ટક છે.
૩૪ અતિશ સ્વભાવથી જ ઉપકારી અને ચિત્રીશ અતિશયથી સહિત એવા શ્રી તીર્થકર ભગવન્તો સૂર્યની જેમ જગતને દીપાવે છે. તે અતિશયે આ રીતે છે –