________________
૨૮૯
ક્ષીરસવી, સર્પિવાસવી, મધ્વાસવી અને અમૃતામ્રવી મુનિ ભગવંતમાં ચૂડામણિ સમાન હે જિનદેવ! મેરુપર્વત વડે મંથન કરાતા ક્ષીરસમુદ્રના વનિ સમાન ગ ભીર નાદ વડે જ્યારે આપ ધર્મદેશના આપે છે, ત્યારે માધુર્યરસના સ્વયંભૂરમણ સમુદ્ર સમાન આપના વનિને અપૂર્વ આનંદથી સંવ્યાપ્ત મન વડે દેવગણે તે સાંભળે જ છે, કિન્તુ અનુપમ, સહજ, પરમસુખના પ્રકર્ષથી જેઓનાં નેત્ર અનિમીલિત થયાં છે, એવાં મૃગલાંઓ પણ તીવ્ર સ્પૃહાથી સાંભળે છે. | સર્વ જીવના વચનથી અને તે ગુણ ઉપાદેયતાવાળા વચનના સ્વામિન ! જ્યારે તે મૃગલાંઓ આપના દિવ્ય ધવનિને સાંભળે છે, ત્યારે તેઓની ગ્રીવાઓ હષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલિખિત હોય તેવાં અતિસ્થિર થઈ જાય છે. હે નાથ ! આપને તે લકત્તમ ધ્વનિ માલવશકી (માલકેશ) પ્રમુખ ગ્રામરાગો વડે પવિત્રત–સંવલિત હોય છે. જગતના પરમગુરુ હે જિનેશ્વર દેવ ! કવિઓ અહીં “જૂ પીતઃ” “તે વનિનું મૃગલાંઓ વડે પાન કરાયુ,” એવું એટલા માટે કહે છે કે મૃગલાઓ ધ્વનિ–પ્રિય હોય છે. સર્વજ્ઞત્વના કારણે સંગીતના ગ્રામરાગના સર્વસ્વને જાણનાર હે કલાનાથ ! આપ માલવકૅશિકી રાગમાં ધર્મદેશના એટલા માટે આપે છે કે તે વૈરાગ્યરસને વ્યક્ત કરવા માટે અતિસરસ હોય છે.”
ચતુર્થ મહાપ્રાતિહાર્ય
ચામણિ હે ભગવદ્ આપ જ્યારે સમવસરણમાં વિરાજમાન છે અથવા પૃથ્વીતલને વિહાર વડે પાવન કરતા હો ત્યારે સુરે અને
૧. વાણીની આ ચાર મહાન લબ્ધિઓ છે. લબ્ધિવાળા મહાત્મા એની વાણી જાણે ક્ષીર, ધૃત, મધુ કે અમૃતને ન ઝરતી હોય, તેવી અતિ મધુર હોય છે. २ मालवकैशिकी वैराग्यव्यज्जको अतिसरसो रागविशेषः।
–વી સ્તો. પ્ર. ૫. લે. ૩ અવસૂરિ ૩ . ૪ દે. ભ. મ. ૧૯