________________
૨૯૬
રોગશાસ્ત્ર [ પ્રકાશ ૧૧ : અતિશયે |
જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, એવા ભગવાન તીર્થકરના ચેત્રીશ અતિશયે વીશ (૨૪ થી ૪૭) આર્યા છંદ વડે કહે છે -
આર્યા–૨૪.
તે વખતે સર્વજ્ઞ, સર્વદર્શી, અનંતગુણનિધાન અને દેવેઅસુરેમનુષ્ય તથા નાગકુમાર દેવે વડે પ્રણામ કરાતા તે ભગવાન તીર્થકર દેવ પૃથ્વમંડલ પર વિહાર કરે છે. આર્યા–૨૫
તે ભગવાન જિનચંદ્ર વાસ્ના વડે (વચનરૂપ ચાંદની વડે ) સર્વ ભવ્ય જીવે રૂપ કુમુદને (ચંદ્ર વિકાસી કમળને વિકસિત કરે છે અને જેમ ચંદ્રમા ક્ષણવારમાં અંધકારનો નાશ કરે તેમ (તે ભગવાન જિનચંદ્ર) ક્ષણવારમાં દ્રવ્ય અને ભાવ મિથ્યાત્વનો સમૂલ નાશ કરે છે. આર્યા–૨૬
તેમનું નામ લેવા માત્રથી ભવ્ય જીવોને અનાદિ સંસારમાં ઉત્પન્ન થયેલ (સંસારમાં પ્રાપ્ત થયેલ પ્રવાહથી અનાદિ એવું) સઘળુંય દુઃખ તત્ક્ષણ જ એકદમ સંપૂર્ણ રીતે નાશ પામી જાય છે. આર્યા–૨૭
ભક્તિ નિમિત્તે આવેલા સેંકડો-કરોડ દેવ–મનુષ્ય-તિર્ય તે ભગવંતના પ્રભાવથી એક જ જનપ્રમાણ સમવસરણ ભૂમિમાં સુખપૂર્વક સમાઈ જાય છે. આય–૨૮
તે ભગવંતના ધર્મબેધક વચનને દેવ-મનુષ્ય-તિર્યએ પિતપિતાની ભાષામાં સમજે છે.