________________
આર્યા–૪૧
આ એક જ અમારા સ્વામી છે, એમ કહેવા માટે દેવેન્દ્ર જાણે પિતાને અંગુલી–દંડ (એક તર્જની) ઊંચો કર્યો ન હોય, તેમ ભગવંતની આગળ રનવજ શેભી રહ્યો છે. આર્યા–ર
ભગવતની આગળ શરદઋતુના ચદ્રમાના કિરણો જેવા મનહર ચામરો વીંઝાઈ રહ્યા છે, જાણે ભગવતને મુખકમળની પર્યું પાસનામાં રાજહ સે સમુપસ્થિત થયા ન હોય ! આર્યા–૪૩
સમવસરણમાં વિરાજમાન ભગવંતના ત્રણ ઊંચા મનોહર ગઢ, વિશેષ કરીને શોભી રહ્યા છે, જાણે શરીરધારી (સાક્ષાત્ ) સમ્યફ-ચારિત્ર-જ્ઞાન-દર્શન ન હોય! આર્યા––૪
ચારે દિશાઓમાં રહેલા લોકો પર એકી સાથે અનુગ્રહ કરવાની જાણે કામનાવાળા ભગવત હોય, તેમ ધર્મને ઉપદેશતા ભગવંતના ચાર રૂપ થઈ ગયાં છે ! આર્યા––૪૫
તે વખતે સુર–અસુર–મનુષ્ય-નાગકુમારે–વડે ભક્તિપૂર્વક વંદાઈ રહ્યા છે પદકમલ જેમના, એવા ભગવાન ઉદયાચલના શિખર પર સૂર્યની જેમ, સિંહાસન પર અધિષ્ઠિત થાય છે. 'આર્યા––૪૬
તે વખતે સર્વ દિગ્વલયને પિતાના તેજની શશિના વિસ્તાર વડે પ્રકાશિત કરતા એવા તે ભગવંતની આગળ લોક્યચકવર્તિત્વના ચિહ્નરૂપ ધર્મચક હોય છે. આર્યા–૪૭
ભગવન્તની પાસે સમવસરણમાં જઘન્યથી એક કરોડ ભવનપતિ–વૈમાનિક–તિષી–વ્ય તર દેવતાઓ હોય છે.