________________
૩૦૨
આવા ઉપકારથી એ મહાત્માની સર્વ લોકે સ્તુતિ કરતા હતા.
જાણે અંદર ન સમાવાથી બહાર આવેલી અનંત જ્યોતિ હોય તેવું અને સૂર્યમંડળને જિતનારું ભામડળ તેઓએ ધારણ કર્યું હતું.
આગળ ચાલતા ચકથી જેમ ચક્રવતી ભે તેમ આકાશમાં આગળ ચાલતા અસાધારણ તેજવાળા ધર્મચકથી તેઓ શેતા હતા.
સર્વ કર્મનો જય કરવાથી ઊ ચા જયસ્તંભ જેવો, નાની નાની હજારે વજાઓથી યુક્ત એક ધર્મધ્વજ તેઓની આગળ ચાલતે હતે.
જાણે તેમનું પ્રયાણચિત કલ્યાણમ ગળ કરતે હોય તે પિતાની મેળે જ નિર્ભર શબ્દ કરતે દિવ્ય તંદુભિ તેમની આગળ વાગતો હતે. - આકાશમાં રહેલા, પાદપીઠ સહિત, અને જાણે પોતાનો યશ હોય એવા સ્ફટિક રત્નનાં સિહાસનથી તેઓ શોભતા હતા.
દેવતાઓએ સ ચાર કરેલા સુવર્ણકમલ ઉપર રાજહ સની જેમ લીલા સહિત તેઓ ચરણન્યાસ કરતા હતા.
જાણે તેમના ભયથી રસાતલમાં પેસી જવાને ઈરછતા હોય તેમ નીચા મુખવાળા થયેલા તીક્ષણ કંટકથી તેમનો પરિવાર આશ્લિષ્ટ થતો નહોતો.
જાણે કામદેવને સહાય કરવાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને ઈચ્છતી હોય તેમ છ ત્રાતુઓ સમકાળે તેમની ઉપાસના કરતી હતી.
તરફ દૂરથી નીચા નમતા માર્ગનાં વૃક્ષો, જો કે તેઓ સ જ્ઞારહિત છે તોપણ જાણે તેમને નમસ્કાર કરતા હોય તેવા જણાતા હતા.
મૃદુ, શીતલ અને અનુકૂળ પવન પંખાના વાયરાની જેમ તેમની નિરંતર સેવા કરતો હતો.