________________
ત્રિષ્ટિ શલાકા પુરુષચરત્ર
( ભગવાન શ્રી ઋષભદેવના વિહારનુ વર્ણન )
વિશ્વોપકારી શ્રીઋષભદેવજી ગ્રામ, ખાણું, નગર, દ્રોણમુખ, કટ, પુત્તન, મડળ, આશ્રમ અને ખેડાએથી પરિપૂર્ણ પૃથ્વીમાં વિચરતા હતા. વિહારસમયમાં પેાતાની ચારે દિશાએ સવાસે ચેાજન સુધી લેાકાના વ્યાધિનું નિવારણ કરવાથી વર્ષાઋતુના મેઘની જેમ જગતના જીવાને શાંતિ પમાડતા હતા.
રાજા જેમ અનીતિના નિવારણથી પ્રજાને સુખ આપે તેમ ઉદર, પેાપટ વગેરે ધાન્યને ઉપદ્રવ કરનારા જીવેાની અપ્રવૃત્તિથી સસ્તુ
રક્ષણ કરતા હતા.
અધકારના ક્ષયથી સૂર્યની જેમ પ્રાણીઓનું નૈમિત્તિક અને શાશ્વત વૈર શાંત કરવાથી સને પ્રસન્ન કરતા હતા.
પ્રથમ સ` રીતે સ્વસ્થ કરનારી વ્યવહારપ્રવૃત્તિથી જેમ લેાકસમૂહને આનંદ પમાડચો હતેા તેમ હાલ વિહારની પ્રવૃત્તિથી સને
આનંદ પમાડતા હતા.
ઔષધ અજીણુ અને અતિ ક્ષુધાને નાશ કરે તેમ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના ઉપદ્રવને નાશ કરતા હતા.
અંત.શલ્યની જેમ સ્વચક્ર અને પરચક્રને ભય દૂર થવાથી તત્કાળ પ્રસન્ન થયેલા લોકો તેમના આગમનઉત્સવ કરતા હતા.
માંત્રિક પુરુષ જેમ ભૂત રાક્ષસથી રક્ષા કરે છે તેમ સ’હારકારક ઘેાર દુર્ભિક્ષથી સની રક્ષા કરતા હતા.