________________
૯૦૮
૧૯, વેતચામર ૨૦. ધર્મચક્ર
જગદ્ગુરુ ભગવાન તીર્થંકરની સાથે એ પાંચે આકાશમાં
સ્થિત હોય છે. ૨૧. અશેકવૃક્ષને પ્રાદુર્ભાવ થાય છે. તે પણ વિહાર વખતે
ભગવંતની ઉપર આકાશમાં ચાલે છે અને ભગવંત સમવસરણમાં હોય ત્યારે ભગવંતની પાછળ તેનું થડ
હોય છે. ૨૨. ભગવંતના ચાર રૂપ ૨૩. મણિ—કંચન–રજતમય ત્રણ ગઢ ૨૪. સેનાનાં નવ કમળ ૨૫. કંટકે અધોમુખ થાય ૨૬. ભગવંતના કેશ, રેમ અને નખે દીવ્યા પછી એકસરખા
હોય, ૨૭. પાંચે ઈન્દ્રિયાર્થો મનોરમ હોય. ૨૮. છએ ત્રતુઓ મનોરમ હોય ૨૯ સુગંધી જલની વૃષ્ટિ ૩૦. પાંચ રંગનાં પુષ્પની વૃષ્ટિ ૩૧. પક્ષીઓ પ્રદક્ષિણ આપે ૩૨. પવન અનુકૂલ ૩૩. વૃક્ષે નમે અને ૩૪. ગભીર નિવાળી દુંદુભિઓ આકાશમાં વાગે
સર્વ જિનેન્દ્રોને આ ચોત્રીસ અતિશયે હોય છે. (આ રીતે અહીં ફક્ત પ્રાકૃત મૂલ અને તેને અર્થ આપેલ છે.
વિશેષાર્થીઓએ વિશેષાર્થ ટીકાથી જાણી લેવો. ટીકાનો બધે જ ભાવ પૂર્વે કરેલ વિસ્તૃત વર્ણનમાં આવી ગયેલ છે.)