________________
૩૦૩
સ્વામીથી પ્રતિકૂળ (વામ) વર્તનારાનું શુભ થાય નહીં એમ જાણે જાણતા હોય તેમ પક્ષીઓ નીચે ઊતરી સ્વામીને પ્રદક્ષિણા કરી જમણી બાજુએ ચાલ્યા જતા હતા.
ચપળ તરંગોથી જેમ સાગર શેભે તેમ કરેડોની સંખ્યાવાળા અને વારવાર ગમનાગમન કરતા સુર–અસુરેથી તેઓ શોભતા હતા.
જાણે ભક્તિવશ થઈ દિવસે પણ પ્રભાસહિત ચંદ્ર રહ્યો હોય તેમ આકાશમાં રહેલા ત્રણ છત્રથી તેઓ શોભતા હતા.
જાણે ચંદ્રનાં જુદાં કરેલા કિરણોના કેશ હોય તેવા અથવા ગંગાના તરંગ જેવા શ્વેત ચામરે તેમની ઉપર દેવતાઓ વડે ઢળાતા હતા. તપથી પ્રદીપ્ત થયેલા અને સૌમ્ય એવા લાખો ઉત્તમ શ્રમણોથી તેઓ નક્ષત્રગણોથી ચદ્રમાની જેમ વીંટાયેલા હતા.
જેમ સૂર્ય દરેક સરોવરમાં કમલને પ્રબોધ (પ્રફુલ્લિત) કરે, તેમ એ મહાત્મા દરેક ગામ અને શહેરમાં ભવ્યજનોને પ્રતિબંધ કરતા હતા.
આવી રીતે વિચરતા ભગવાન કાષભદેવજી એકતા અષ્ટાપદ પર્વતે આવ્યા.