________________
આર્યા–ર૯
ચંદ્રમાને ઉદય થતાં જ જેમ પૃથ્વી પર ચારે બાજુ તાપની પીડાએ શમી જાય છે, તેમ તે ભગવંતના પ્રભાવથી સો એજનમાં સર્વત્ર ઉગ્ર રેગો પણ શાંત થઈ જાય છે. આર્યા-૬૦ - જેમ સૂર્ય હોય ત્યાં અંધકારનો સમૂહ ન હોય, તેમ ભગવત વિચરતા હોય તે ક્ષેત્રમાં મારી, ઈતિ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ સ્વપરચકભય, વર વગેરે ઉપદ્રવે ન હોય. આય–૩૧ | દિશાઓને સર્વ બાજુએથી પ્રકાશિત કરતુ, અને સૂર્યમ ડલની શ્રીને જીતતું એવું ભામંડલ ભગવતના શરીરની (મસ્તકની) પાછળ પ્રગટ થાય છે. આર્યા–૩૨
તે ભગવાન વિહાર કરતા હોય ત્યારે કલ્યાણી ભક્તિવાળા દેવતાઓ ભગવંતનાં પગલાં સેનાનાં વિકસિત કમળ ઉપર જ પડતાં રહે તે રીતે કમળને ઝડપથી સંચારિત કરે છે. આર્યા–૩૩
તે ભગવંત વિહાર કરતા હોય ત્યારે પવન અનુકૂલ વાય છે. આકાશમાં ગમનાગમન કરતાં પક્ષીઓ ભગવંતને પ્રદક્ષિણા કરીને પોતપોતાના માર્ગે ચાલ્યા જાય છે. માર્ગની બંને બાજુનાં વૃક્ષે નમે છે અને માર્ગમાંના કાંટાઓ નીચી અણીવાળા થઈ જાય છે. આર્યા–૩૪
અત્યંત લાલકુંપળવાળે વિકસિત પુષ્પોની સુગંધથી સમૃદ્ધ અને (પિતાનાં પુપ પર કીડા કરતા) ભમરાઓના ગુંજારવ વડે જાણે ભગવંતની સ્તુતિ ન કરતો હોય તે અશોકવૃક્ષ ભગવંત ઉપર શેભે છે.