________________
२८८
કરીને આપની મહાન પૂજા-ભક્તિ કરે છે. નાથ ! એક જન સુધીની સંપૂર્ણ સમવસરણ ભૂમિમાં દેવતાઓ જાનુ ( ઢીંચણ) પ્રમાણ પુષ્પ પ્રકાર વેરે છે. દેવાધિદેવ! તે દેવતાઓ આપના ભક્તજનોની પણ કેટલી બધી કાળજી રાખે છે. ભક્ત જનોના કેમળ પગને પુષ્પના દી ઠને કઠણ ભાગ ન અડે એટલા માટે બધાં જ પુપના દીઠ નીચે અને મુખ–વિકસિત કમળભાગ ઉપર હોય છે અને સ્વામિન્ ! આપને પણ કે મહાન અતિશય પ્રભાવ કે કરે લોકે તે પુષ્પ ઉપરથી સ્વછંદ રીતે સંચરવા છતાં એક પણ પુષ્પને અ૫ પણ કિલામણા–પીડા ન જ થાય. ત્રણે જગતને સ પૂર્ણ અભયદાન આપવા માટે સદા કટિબદ્ધ એવા આપની હાજરીમાં કેઈ પણ જીવને કિલામણ–પીડા થાય જ કેવી રીતે ? નાથ ! તે ભવ્ય છે ધન્ય છે કે જેઓએ સમવસરણમાં વિરાજમાન, ધર્મદેશના વડે સમગ્ર જગતનું કલ્યાણ કરતા, દેવેન્દ્રો વડે પૂજાતા, ગણધરદિવડે નમસ્કાર કરાતા, અને મૃગલા જેવાં નિર્દોષ પ્રાણીઓ વડે એકીટશે જોવાતા આપને સગી આંખે નિહાળ્યા હોય ! નાથ ! દેવતાઓ ભલે આવી કલ્યાણી ભક્તિ કરે, પણ એ બધો પ્રભાવ તો આપનો જ ને ? એક જન સુધી વ્યવસ્થિત રીતે સ્વસ્તિક, શ્રીવત્સાદિ અનેક વિરચનાઓમા વરસેલાં તે સર્વ પુપે પણ ધન્ય છે કે જેઓને આપના ભક્તોનાં ચરણેનો સ્પર્શ મળે !
તૃતીય મહાપ્રાતિહાર્ય
| દિવ્યધ્વનિ હે સર્વાતિશાયિ વચનના સ્વામિન ! સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતી, શ્રેતાજનના કર્ણમાં પેસતી અમૃતની નીક સમાન અને શ્રમ વિના પ્રવર્તતી વાણી વડે જ્યારે સમવસરણમાં ભવ્યજનોના કલ્યાણ માટે આપ ધર્મદેશના આપી છે, ત્યારે ભક્તિથી નિર્ભર હદયવાળા દેવતાઓ તે વાણીને સર્વ દિશામાં એક જન સુધી વિસ્તારે છે. એથી જ એ વનિ દેવતાઓ વડે વિસ્તારાતો હોવાથી દિવ્યધ્વનિ મહાપ્રાતિહાર્ય કહેવાય છે.
૧.
લા. ૩