________________
૨૨
તે પછી ક્ષેપક શ્રેણી, તેથી શુકલ ધ્યાન, તેથી ઘાતિકર્મનો ક્ષય, તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ, તે પછી તીર્થકરલકમીને ઉપભેગ અને તે પછી સનાતનપદની પ્રાપ્તિ.
૧ હે કૈવલ્યલક્ષ્મીથી સહિત અલૌકિક આશ્ચર્યને ઉત્પન્ન કરનારી આપની અશોકવૃક્ષ આદિપ મહાપ્રાતિહાર્ય લક્ષ્મીને
ઈને કેણ આશ્ચર્ય પામતું નથી ? હે નાથ ! સમ્યગ્દષ્ટિ આત્માઓ તે એ જોતાં જ આશ્ચર્યથી ચકિત થઈને પરમાનંદને પામે છે, કિન્તુ મિથ્યાષ્ટિ જીવો પણ પરમ આશ્ચર્યને પામે છે. હે જગતના સ્વામી ! મિથ્યાષ્ટિ જી અજ્ઞાની હોવાથી આપના વીતરાગતાદિ ગુણોરૂપ વાસ્તવિક રહસ્યને જાણતા નથી તે પણ સર્વભુવનમાં અદ્દભુત એવા મહાપ્રાતિહાર્યોના દર્શનથી અત્યંત વિસ્મયવાળા અને અલૌકિક આન દામૃતનું પાન થવાથી ઉપશાંત થયુ છે મિથ્યાત્વરૂપ વિષ જેઓનુ એવા તેઓ બોધિ–સમ્યગ્દર્શનને અભિમુખ થાય છે. હે દેવ ! આ જ આપની સર્વોપકારિતા છે.
હે સ્વામિન્ ! આ મહાપ્રાતિહાર્ય લક્ષમી સૌને પ્રત્યક્ષ હોય છે, જેઓ આ લક્ષમીને જોઈને અત્યંત વિસ્મયવાળા થાય છે, તેઓ જ સર્વ છાને અપ્રત્યક્ષ એવી કેવલજ્ઞાનાદિ ગુણસંપત્તિરૂપ મહાલક્ષમીને ભાવિમાં વરનારા થાય છે.
આ બધા જ મહાપ્રાતિહાર્યો પણ ભગવતના અતિશય જ છે. કેવળ ચેત્રીશ જ અતિશયો છે એવું નથી, ભગવંતના અતિશય તો અનંત છે. ચૈત્રીશની સંખ્યા તો બાળજીના અવબોધ માટે પ્રરૂપાય છે.
૧. લે. ૯ ૨. વી. સ્તો. પ્ર. ૫ શ્લ. ૯ અવચૂરિ.