________________
૨૯૧
વાણીને અગેચર અને કેવળ અનુભવથી જ ગમ્ય એવા પરમાનંદને આપે છે. નાથ ! જેમ ચંદ્રમાં પ્રતિક્ષણ સમુલ્લાસને પામતી
સ્નાલહરીઓ વડે સ્ના જ જેમનું જીવન છે એવાં ચકર પક્ષીઓને આનંદ આપે છે, તેમ ભામડલથી પરિવૃત અને લાવણ્યના મડાસાગરરૂપ આપ ભવ્ય જીને પરમ આનંદ આપો છો.
સપ્તમ મહાપ્રાતિહાર્ય દુદુભિ હે વિશ્વવિશ | આપના આગળના ભાગમાં આકાશમાં દેવતાઓના હસ્તતલથી તાડિત–વગાડાતા એવાં દુંદુભિ વાજિત્રે. પોતાના નાદવડે સમસ્ત અ તરાલ (આકાશ ભાગ)ને પ્રતિધ્વનિત કરે છે. તે દુભિ કહે છે કે–વિશ્વમાં આપના શાસનનું ઉદ્વહન કરતા ગણધર ભગવત આદિ આપ્ત મહાપુરુષને વિશે પણ આપનું જ પરિપૂર્ણ સામ્રાજ્ય છે, આપ જ ધર્મના ચક્રવતી છે. નાથ ! તે દુંદુભિનાદ સાભળતાં જ તે આતોને અમંદ એવા આનંદને અનુભવ થાય છે. હે દેવાધિદેવ ! દુભિનાદ વિના સર્વલકને એકી સાથે કેવી રીતે ખબર આપી શકાય કે “સૌના મને રથને પરિપૂર્ણ કરનાર જગતના સ્વામી પધારી રહ્યા છે.”
અષ્ટમ મહાપ્રાતિહાર્ય છત્રયી ૨ લેકપુરુષરૂપ મહારાજાના મુગુટમણિ હે દેવાધિદેવ ! આપના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભે છે. એક છત્ર ઉપર બીજુ, અને બીજા ઉપર ત્રીજુ, એમ ઉપરઉપર રહેલ આ ત્રણ છત્ર આપની જ પુણ્યસ પત્તિના પ્રવર્ધમાન પ્રકર્ષ સમાન છે. તે ત્રણ છત્ર બતાવે છે કે આપની અંદર જ ત્રણે ભુવનની પ્રભુતાને પ્રકષ સમાવિષ્ટ છે હે દેવાધિદેવ ! આપની મહાપુણ્યસંપત્તિનો ક્રમ આ રીતે છે. પ્રથમ સમ્યકત્વ પ્રતિપત્તિ, તે પછી દેશવિતિ અને તે પછી સર્વવિરતિ અને તે પછી વીસ સ્થાનકની આરાધના વડે શ્રી તીર્થ કરે નામ કર્મની નિકાચના અથવા છેલ્લા જન્મમાં પ્રથમ સર્વવિરતિ
૧. ૨.
તા. ૭ લે ૮