________________
૨૮૪
પૃથ્વીતલને પવિત્ર કરતા હો ત્યારે ઉપર આકાશમાં પ્રદક્ષિણા ફરે છે. હે દેવાધિદેવ ! તે પક્ષીઓ દક્ષિણાવર્તામાં પ્રદક્ષિણામાં ફરીને આપ માટે સર્વોત્તમ શકુનને સમુપસ્થિત કરે છે. અહીં કવિઓ અલંકારિક ભાષામાં કહે છે કે
“તેઓ અલ્પજ્ઞાનવાળાં પક્ષીઓ હોવા છતાં પણ તેઓની આપને વિશે અનુકૂળ એવી દક્ષિણાવર્ત પ્રદક્ષિણાવૃત્તિ હેાય છે. પણ દુર્લભ માનવજન્મ, સંપૂર્ણ ઈન્દ્રિયાદિ અને વિશાળ જ્ઞાનને પામવાના કારણે પક્ષીઓ કરતાં મહાન હોવા છતાં પણ જે જગદુવત્સલ એવા આપને વિશે વામવૃત્તિ–પ્રતિકૂલ આચરણ ધારણ કરે તો તેઓની શી ગતિ થશે ?
દેવકૃત દ્વાદશ અતિશય
પવન દ્વારા પ્રતિકૂલ વહનને ત્યાગ હે નિર્મલ ન્યાયના પરમાધાર ! પાંચે ઈન્દ્રિયોને પુણયથી પામેલા એવા તિર્ય, મનુષ્યો અને દેવતાઓ આપની સમીપતામાં દુશીલપ્રતિકૂળ કેવી રીતે થઈ શકે? ન જ થઈ શકે કારણ કે એકેન્દ્રિય એ પવન પણ આપની સમીપતાના પ્રતિકૂળતા (પ્રતિકૂળ વહન)ને ત્યાગ કરે છે. હે દેવ ! આપ વિચરતા હે ત્યારે પવન આપની સામેથી ન વાય કિન્તુ પાછળથી જ વાય. હે ભગવન ! આપના પ્રભાવથી એકેન્દ્રિય પણ વિનયને ધારણ કરનારા થઈ જાય છે, તે પછી પંચેન્દ્રિય વિનયને ધારણ કરે એમાં કશું જ આશ્ચર્ય નથી.
દેવકૃત ત્રદશ અતિશય
માગ સ્થિત તરુઓનું નમન હે જગતના શિરોમણિ ! વિવેકશીલ દેવતાઓ અને મનુષ્ય આપને નમે એમાં કેઈ વિશેષતા નથી, પણ આપના વિહારના માર્ગમાં રહેલાં તરુઓ-વૃક્ષો પણ જાણે આપના લેકોત્તમ માહાસ્યથી
૧. . ૧૨ ૨. ગ્લૅ. ૧૩